અમરેલી,
લાઠી બાબરા ના ઘારાસભ્ય જનકભાઈ તળાવીયા એ લાઠી બાબરા દામનગર ના લોકો ની ચીંતા કરી કોઈ પણ કામ હોય હર લોકો ની વહારે આવી લોક હીત ના કામો સતત કરી રહ્યા છે ત્યારે લોકો દ્વારા તેમની કામગીરી ને બીરદાવામા આવી છે. દામનગર નજીક આવેલા ઘુફણીયા ગામે રહેતા નિલેશભાઈ દયાળભાઇ વસાણી ને કેન્સર હોય તેમની સારવાર યેશા હોસ્પિટલ નવસારી ચાલી રહી હોય નબળી પરિસ્થિતિ ને કારણે પૈસાની ખુબ જરૂર હોય ઘારાસભ્ય જનકભાઈ તળાવીયા ને રજૂઆત કરતા ઘારાસભ્ય જનકભાઈ તળાવિયા એ મુખ્ય મંત્રી રાહત ફંડ માથી એક લાખ મંજુર કરાવ્યા હતા તેમજ બાબરા તાલુકાના લાલકા ગામે રહેતા ગોપાલ ચંદ્રેશભાઇ રોજાસરા ( બાળક) ને જીબીએસ રોગ થી પીડાતા હોય તેમની સારવાર સાનીઘ્ય ચાઇલ્ડ કેર રાજકોટ ખાતે ચાલી રહી હોય ત્યારે આર્થીક નબળા હોય તેમને સારવાર માટે પૈસાની જરૂરિયાત હોય ત્યારે લાઠી બાબરા ના ઘારાસભ્ય જનકભાઈ તળાવિયા ને રજૂઆત કરતા ઘારાસભ્ય એ મુખ્યમંત્રી રાહતફંડ માથી એક લાખ મંજુર કરાવ્યા હતા. લાઠી બાબરા ના ઘારાસભ્ય કેન્સર પીડિત અને જીબીએસ રોગ થી પીડાતા બાળક ના વહારે આવી મુખ્ય મંત્રી રાહત ફડ માથી એક લાખ મજુર કરાવતા લોકો મા ઘારાસભ્ય ની કામગીરી ને લઈને અભીનંદન આપી રહ્યા છે