અમરેલી,
લાઠી તાલુકાનાં જાનબાઇની દેરડી ગામની સગીરાનું 2-9-19 નાં માલવીયા પીપરીયા ગામ પાસે આવેલ તુલીપ ામની સ્પીનીંગ મીલમાં કામ કરતી સગીરાનું કારખાનામાં અગાઉ કામ કરતા વિંછીયા તાલુકાના અમરાપુર ગામના હિતેષ રવજીભાઇ સાંકળીયાને સગીરા સાથે સારા સબંધો હોય દસેક દિવસ પહેલા કારખાનામાં ઝઘડો કરતા તેને શેઠે કાઢી મુકેલ હતો અને વિંછીયા તાલુકાના અમરાપુર ગામના તેમના બે મિત્રો બાબુભાઇ વિભાભાઇ અને વિપુલભાઇ વાલજીભાઇ ગઢાદરા પણ આ કારખાનુ છોડી જતા રહેલ જેથી અમોએ સંજય કોઠારીયાને આ હિતેષ રવજીભાઇને ફોન કરવાનું કહેતા તેણે ફોન કરતા મોબાઇલ સ્વીચ ઓફ આવતો હોય આ સંજયે બાબુભાઇ વિભાભાઇને મોબાઇલ ફોન કરતા બાબુભાઇએ વાત કરેલ કે મારો મિત્ર હિતેષ આપણા કારખાનામાં કામ કરતી સગીરાને મોટરસાયકલ પર બેસાડી અમારા ગામ પાસે આવેલ અને મને તથા મારા કૌટુંબીક વિપુલભાઇ વાલજીભાઇને ફોન કરી બોલાવેલ અને મારે પૈસાની જરૂર છે જેથી તમો મને ત્રણ હજાર રૂપીયા આપો અને આ મોટરસાયકલ વેંચી નાખજો બાદમાં હું તમને ફોન કરૂ ત્યાં આવી જજો તેમ વાત કરતા અમોએ તેને બે હજાર રૂપીયા આપતા બાઇક અમોને સોંપી જતો રહેલ બીજા દિવસે હું તથા મારા મિત્ર લાલજીભાઇ બંને અમરાપુર ગામે ગયેલ ત્યારે હિતેષના કાકા રણછોડભાઇને વાત કરેલ ત્યારે તેમણે હિતેષના બા બાપુજી ગુજરી ગયેલ હોય જેથી હિતેષના તેમણે લગ્ન કરાવ્યા હોવાનું અને બાદમાં છુટાછેડા થઇ ગયેલ હોવાની વાત કરેલ અને તેમનો ભત્રીજો હિતેષ કોઇ છોકરીને ભગાડી ગયેલ હોવાની વાત કરી હતી. આમ સગીરાને હિતેષ રવજીભાઇ સાંકળીયા તેમજ તે જ ગામના તેના બે મિત્રો બાબુ વિભાભાઇ ગઢાદરા વિપુલભાઇ વાલજીભાઇ ગઢાદરાની મદદથી વાલીપણામાંથી લગ્નની લાલચ આપી બદઇરાદે ભગાડી ગયા હતા. ઉપરોક્ત કેસ અમરેલી સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી જતા અધિક જિલ્લા સરકારી વકીલ મમતાબેન ત્રિવેદીની ધારદાર દલીલોને ગ્રાહય રાખીને આઇપીસી 363, 366-7 વર્ષ સખ્ત કેદ અને 10 હજાર દંડ, દંડ ન ભરે તો ત્રણ માસની સખ્ત કેદ, આઇપીસી 71 તથા જનરલ ક્લોઝીજ એક્ટની કલમ 26 તથા પોકસો એક્ટની કલમ 4, 8, 18 તથા આઇપીસી 376 માં 20 વર્ષની સખ્ત કેદ અને 20 હજાર રૂપીયા દંડ, દંડ ન ભરે તો વધ્ાુ છ માસની સાદી કેદ તેમજ ભોગ બનનારને રૂા.4 લાખનું વળતર ચુકવવા કોર્ટે આદેશ કર્યો હતો. આરોપી ફરાર હોવાથી કોર્ટે પકડ વોરંટ ઇશ્યુ કરેલ છે.