બગસરા,
બગસરા ના હડાળા ગામ નજીક બોલેરો પલટી ખાતા અકસ્માત સર્જાયો. બોલેરો ગાડી પલટી મારતા 15 લોકોને નાની મોટી ઇજા થતાં સારવાર અર્થે અમરેલી ખસેડાયા હતા એકનું ઘટના સ્થળે મોત નીપજતા લોકોમાં અરેરાટી વ્યાપી વડીયા તાલુકાના ઢુંઢિયા પીપળીયા ગામેથી ગળધરા ખોડીયાર મંદિરે લાપસી કરવા જઈ રહેલ પરીવારને અકસ્માત નડ્યો હતો.બગસરા તાલુકાના હડાળાગામ નજીક એક બોલેરો ગાડી પલ્ટી ખાઈ જતા અકસ્માત સર્જાયો જેમાં આશરે 15 લોકોને નાની મોટી ઈજાઓ થતાં 108 દ્વારા તાત્કાલિક બગસરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા જેમાં વિજયાબેન મનોજભાઈ વાવલીયા ઉંમર વર્ષ 40 રહે ઢુંઢિયા પીપળીયા નું ઘટના સ્થળે અકસ્માત માં મોત નીપજતા લોકોમાં અરેરાટી વ્યાપી ગઇ છે ત્યારે અન્ય 10 લોકોને વધુ સારવાર અર્થે અમરેલી સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા તમામ લોકોને સારવાર અર્થે આ અકસ્માત કેવી રીતે બન્યો તેને લઈ પોલીસ દ્વારા તપાસ હાથ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું. મોટો બનાવ બન્યો છતાં હોસ્પિટલે પોલીસ ફરકી ન હતી ધારાસભ્ય અમરેલીના સ્થાનિક વિસ્તારના બંને હદના એક પણ ધારાસભ્ય ફરકીયા ના હતા બાકી મોટા મોટા ફંકશનમાં ધારાસભ્યો હાજર રહે છે ત્યારે આવી દુર્ઘટનામાં હાજર કેમ ન રહ્યા તેઓ સવાલ પબ્લિક મા ઉભો થયો છે આ ઘટના બાબતે ડ્રાઇવર મેહુલભાઈ સંગ્રામ ભાઈ સાનિયા ને પૂછતા તેમણે જણાવ્યું હતું કે ઢુંઢિયા પીપરીયા થી ધારી ગળધરા લાપસી માટે જતા હતા ત્યારે અચાનક હડાળા પાસે સ્ટેરીંગ ની ચોકડી તૂટી જતા બોલેરો પલટી મારી ગયો હતો ડ્રાઇવરને માથાના ભાગે ઇજા પહોંચતી હતી.
Home બગસરાનાં હડાળા પાસે અકસ્માત : એકનું મોત, 15 ને ઇજા