ખાંભામાં દિકરી જેવડી કન્યાને ભગાડી જનારને 25 વર્ષની સખત કેદ

અમરેલી, ખાંભાના તાલડા ગામે સાડા સતર વર્ષની સગીરાને ભગાડી જનાર 42 વર્ષનાં ઢાંઢાને કોર્ટે 25 વર્ષની સખત કેદની સજા ફટકારી હતી. તા.10-10-2017 માં બનેલા આ બનાવમાં કોર્ટે મહતમ સજા ફટકારી અને દાખલારૂપ ચુકાદો આપ્યો છે. આ કેસની વિગત એવી છે કે, સરકાર દ્વારા એડીશ્નલ પબ્લીક પ્રોસીક્યુટર શ્રી વિકાસ વડેરાએ દલીલ કરી હતી કે, ભોગ બનનારનું […]

ખાંભાના પો. સ્ટે.માં ફરજ બજાવતા કર્મચારીઓને સારી કામગીરી બદલ પ્રશંસાપત્રો એનાયત કરાયાં

અમરેલી , અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહનાઓ દ્રારા જાન્યુઆરી-2024 ના માસ દરમ્યાન પોલીસ વિભાગમાં ગુનાના કામે નાસતા ફરતાં આરોપીઓને પકડવાની સારી અને ઉતમ કામગીરી કરવાં બદલ છજીૈં ભરતભાઇ મુહાભાઇ વાળા તથા લ્લભ ધનાભાઇ કડવાભાઇ પરમારને પ્રશંસાપત્ર પાઠવી કામગીરીને બિરદાવવામાં આવી તેમજ ભવિષ્યમાં પણ સારી કામગીરી કરવાં માટે જરૂરી માર્ગદર્શન આપીને ઉત્સાહમાં વધારો કરવામાં

ખાંભાના ત્રાકુડાની સીમમાં શ્યામ સ્ટોન ક્રશરમાં તસ્કરો ત્રાટકયા

અમરેલી, ખાંભા તાલુકાના ત્રાકુડા ગામે સુરપીપળા નામની સીમ ખેતરમાં બનાવેલ શ્યામ સ્ટોન ક્રશરમાં તા. 16-1-24 ના 8:00 થી 10 દિવસ પહેલા કોઈપણ સમયે કોઈ અજાણ્યા શખ્સોએ ગેરકાયદેસર પ્રવેશ કરી ક્રશરના ઈલેકટ્રીક રૂમનો લોખંડનો દરવાજો ખેડવી અંદર આવેલ પેનલ બોર્ડ તોડી બોર્ડમાંથી પાવર સપ્લાયના કોપર ધાતુના વાયર 25 ફુટ લંબાઈ તથા એક ઈંચ જાડાઈના તેવા ત્રણ […]

ખાંભા પોલીસ મથકમાં પોકસોના ગુનામાં ધારી કોર્ટ દ્વારા આરોપીઓને નિર્દોષ છોડી મુકવા હુકમ

ચલાલા, ખાંભા પોલીસ મથકના પોકસોના ગુનામાં આરોપી રામજી મેઘાભાઇ સોલંકી, ભાનુબેન રામજીભાઇ સોલંકી સામે ફરિયાદ દાખલ કરવામાં આવેલ હતી અને ત્યારબાદ ચાર્જશીટ દાખલ કરવામાં આવેલ સ્પે.પોકસો જજ ધારીના એડીશનલ સેશન્સ જજ એમ.એન.શેખ સમક્ષ કેસ ચલાવવામાં આવતા ફરિયાદ પક્ષ દ્વારા કેસ સાબિત કરવામાં ઘણા લેખિત અને મૌખિક પુરાવા રજુ કરવામાં આવેલ જેમાં આ કેસમાં આરોપીઓ તરફે […]

ખાંભાના જામકા નજીક બાઇક અને છકડો વચ્ચે અકસ્માતમાં 11 ને ઇજા : એકનું મોત

અમરેલી, અમરેલી જિલ્લામાં ખાંભાના જામકા નજીક અકસ્માતની ઘટના સામે આવી છે અહીં છકડો રીક્ષા અને બાઇક ચાલક વચ્ચે અકસ્માત સર્જાયો છે અહીં બાઇક ચાલક 2 વિધાર્થીઓ હતા જેમાં 1 વિધાર્થીનું સારવાર મળે તે પહેલા મોત નીપજ્યું અન્ય 1 વિદ્યાર્થી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે અન્ય રિક્ષામાં સવાર 11 લોકોને ઇજાઓ થતા અલગ અલગ હોસ્પિટલમાં ખસેડવામાં […]

ખાંભા તાલુકાના જુના માલકનેશ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથને આવકારવામાં આવ્યો

સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના લોકો સુધી પહોંચે અને લોકો આ યોજનાઓથી માહિતગાર થાય તે માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે અન્વયે ખાંભા તાલુકાના જુના માલકનેશ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું આગમન થયું હતું. આ તકે ગ્રામજનોએ અનેરા ઉત્સાહ સાથે રથનું સ્વાગત કર્યું હતું. શાળાની બાળાઓએ સ્વાગત ગીત તેમજ […]

ખાંભા-રાજુલા-થોરડી બાયપાસ રોડની રેલિંગ બનાવવા માંગ

સાવરકુંડલા, સાવરકુંડલા અને લીલીયા વિસ્તારમાં ચૂંટાઈને આવ્યા બાદ માત્ર પ્રજાના કામો અને વિકાસનો પર્યાય બનવા માટેનો અથાગ પ્રયત્ન સાથે કામની કુશળતામાં માહિર ધારાસભ્ય મહેશભાઇ કસવાળાએ આગામી બજેટમાં વધુ સાવરકુંડલા પંથકના રોડ રસ્તાઓ માટે આગામી 2024/25 ના બજેટમાં સમાવેશ કરીને માર્ગો રળિયામણા બને તે માટે ધારાસભ્ય મહેશભાઈ કસવાળાએ રાજ્યના મુખ્યમંત્રીશ્રીને પત્ર પાઠવીને રજુઆત કરવામાં આવી છે […]

ખાંભાના ડેડાણમાં મનફાવે ત્યારે બંધ કરી દેવાતા બસ રૂટો

ડેડાણ, ખાંભાના ડેડાણની 15 હજાર ઉપરાંતની વસ્તી હોવા છતા મોટા શહેર જેવું ગણાતું ડેડાણ બસ પ્રશ્ને પરેશાન છે. અહીં એસટી બોર્ડ દ્વારા અવાર નવાર બસ રૂટો મનભાવે ત્યારે કાપી નાખવામાં આવે છે. તાજેતરમાં બગસરા , મહુવા વાયા ખાંભા ડેડાણ થઈને જતી બસ બંધ કરી દીધી એ પછી બગદાણા બગસરા વાયા રાજુલા ડેડાણ ખાંભા થઈને જતી […]

ખાંભા,રાજુલા,જાફરાબાદમાં ચેકીંગ : 24 લાખની વિજચોરી ઝડપાઇ

અમરેલી, અમરેલી પીજીવીસીએલમાં એસકેડી ડિવીઝનની કોર્પોરેટ ડ્રાઇવ યોજાતા ખાંભા, રાજુલા શહેર અને રાજુલાના ગ્રામ્ય વિસ્તાર તથા જાફરાબાદ સહિતના વિસ્તારોમાં પોતાની સિક્યુરીટી સાથે 43 ટીમોએ ત્રાટકી 708 જોડાણો ચેક કર્યા હતા જેમાં રેસીડેન્સનાં 692 અને એગ્રીકલ્ચરના 16 મળી કુલ 116 જોડાણોમાં રૂા.23.80 લાખની ગેરરિતી પકડી પાડી હતી. એસ.કે.ડી. ડિવીઝન અમરેલી સર્કલની ટીમોએ ચેકીંગ કરી લંગરીયા ઉલાળીયા […]

સાવરકુંડલાના થોરડી ગામે ખાંભા રોડ ઉપર બાઈકને ડમ્પરે હડેફેટે લેતા પત્નિનું મૃત્યું

અમરેલી, રાજુલા તાલુકાના કુંભારીયા ગામના હિંમતભાઈ વેલજીભાઈ ભેસાણીયા અને તેમના પત્નિ વિલાસબેન હિંમતભાઈ ભેંસાણીયા ઉ.વ.45 દિકરાનું સગપણ કરેલ હોવાથી કુંભારીયાથી ગઢીયા વીરપુર હારડો દેવા માટે જતા હતા ત્યારે આજે સવારે 9:45 કલાકે સાવરકુંડલા તાલુકાના થોરડી ગામે ખાંભા રોડ ઉપર પહોંચતા બોકસર જી.જે. 1ડી.ઈ.8812 સાથે ડમ્પર જી.જે.14 એકસ.5881 ના ચાલકે પુરઝડપે અને બેફીકરાઈથી ચલાવી બાઈકને હડફેટે […]