લાઠી બાબરા ખેડૂતોને થયેલા નુકસાનનું વળતર ચુકવવા ધારાસભ્યશ્રીની રજૂઆત

બાબરા, અમરેલી જિલ્લા ના લાઠી બાબરા વિધાનસભા વિસ્તારમાં તા. 14 અને 15 મે ના રોજ થયેલ કમોસમી વરસાદ ને લઈ બાબરા પંથકમાં ભારે પવન અને વરસાદના કારણે લોકોને ખાસુ નુકસાન થયું છે અનુસંધાને આજે લાઠી બાબરા અને દામનગર વિસ્તારના ધારાસભ્ય શ્રી તળાવીયા એ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને કૃષિ મંત્રી રાઘવજી પટેલને પત્ર લખી ખેડૂતો અને […]

જિલ્લામાં સતત માવઠુ : બાબરામાં મહિલા ઉપર વિજળી પડી

અમરેલી, અમરેલી શહેર અને જિલ્લામાં આજે ત્રીજા દિવસે બપોર બાદ હવામાન વિભાગની આગાહીનાં પગલે વાતાવરણમાં પલટો આવતા આકાશમાં ઘટાટોપ વાદળો છવાયા હતાં. અમરેલી શહેરમાં બપોર બાદ વરસાદનું હળવુ ઝાપટુ પડી ગયું હતું. જ્યારે બાબરાથી અમારા પ્રતિનિધિ દિપકભાઇ કનૈયાનાં જણાવ્યા અનુસાર મીનીવાવાઝોડા સાથે શહેર અને પંથકમાં એકથી દોઢ ઇંચ જેવો ધોધમાર વરસાદ પડ્યો હતો. બાબરા જીઆઇડીસીમાં […]

બાબરા જીઆઇડીસીમાં વહેલી સવારે આગ ભભૂકી

જીઆઈડીસીમાં આગ લાગતા ભારે નુક્શાન થયુ હતુ અમરેલીથી ફાયરબ્રીગેડની ટીમે દોડી જઈ ત્રણ કલાકની જહેમત બાદ પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી.વધ્ાુ વિગતો મેળવાઈ રહી છે.

બાબરા તાલુકાના 18 ,ગામડાઓમાં સભા ગજાવતા ભરત સુતરીયા

અમરેલી, લોકસભાની ચૂંટણીમાં ગણતરીના દિવસો બાકી હોય ત્યારે ફરી એકવાર મોદી સરકાર બને તે માટે પ્રચાર પ્રસાર શરૂ થયો છે ત્યારે 14 અમરેલી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર સુતરીયા દ્વારા બાબરા તાલુકાના 18 ગામડાઓમાં સભાઓ ગજવી હતી જામ બરવાળા, નાની કુંડળ, ખાખરીયા, ખંભાળા, સુખપર, વાવડા, કોટડા પીઠા, ઊંટવડ, ચરખા, અમરાપરા, લુણકી, ધરાઈ, ચમારડી, ઘુઘરાળા, લોનકોટડા, બળેલ […]

બાબરા પોલીસ મથકમાં બાઇક ચોરીના ગુનમાં મુદામાલ સાથે એક ઝડપાઇ ગયો

બાબરા, ભાવનગર રેન્જ આઇજી ગૌતમ પરમાર દ્વારા રેન્જના જિલ્લાઓમાં દાખલ થયેલ મિલ્કત સંબધી ગુનાઓ આરોપીને પકડી નાગરિકોના ચોરાયેલ વાહન, મોબાઇલ તેમને પાછા મળે તે માટે જરૂરી કાર્યવાહી કરવા સુચના આપતા પોલીસ અધિક્ષક હિંમકરસિંહના માર્ગદર્શન હેઠળ આવાપ્રકારના ગુનાઓ આચરી પોતાની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીઓને પકડવા ના.પો.અધિ. ચિરાગ દેસાઇના માર્ગદર્શન હેઠળ બાબરા પોલીસ મથકમાં દાખલ […]

અમરેલી, બાબરાના વકીલો કોર્ટ કામગીરીથી અલિપ્ત રહ્યા

અમરેલી, અમરેલીઅને બાબરા વકિલ મંડળ દ્વારા આજે કોર્ટ કામગીરીથી અલિફત રહ્યા હતાં. અને પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો. અમરેલીના એડવોકેટ અને વકીલ મંડળના સભ્ય સુર્યકાંતભાઇ વિસાણી તેમજ દિકરી અને પરિવાર ઉપર ધારી પોલીસ સ્ટેશનમાં પીઆઇ દેસાઇ તથા તેના સ્ટાફ દ્વારા કાયદા વિરૂધ્ધ મારકુટ કરી વકીલની ગરીમાને હાની પહોંચે તે રીતનું વર્તન અને વ્યવહાર કરવામાં આવેલ […]

બાબરાનાં લુણકી ગામે સીએનજી ટ્રકમાં અચાનક આગ લાગી

અમરેલી, અમરેલી પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા અમરેલી ફાયર કંટ્રોલ રૂમ ખાતે ટેલીફોનિક જાણ કરવામાં આવેલ કે બાબરા તાલુકા ના લુણકી ગામ નજીક રોડ પર સુપર પ્રોફિટ ટ્રક (બહય) સાથે અકસ્માત સર્જાતા અચાનક સીએનજી ટ્રકમાં આગ લાગવાની ઘટના બનેલી તેના અનુસંધાને ફાયર ઓફિસર એચ.સી.ગઢવી ની રાહબરી નીચે ફાયર વિભાગ બાબરા ની ટીમ તથા અમરેલી ફાયર એન્ડ […]

બાબરાના ખંભાળાની સીમમાં 579 દારૂની બોટલો ઝડપાઇ

બાબરા, બાબરા પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. સી.એસ.કુગસીયાની રાહબારી હેઠળ બાબરા પોલીસ સ્ટેશનની ટીમ ખંભાળા બીટ વિસ્તારમા પેટ્રોલીંગમા તે દરમ્યાન બાતમી રાહે હકિકત મળેલ કે ખંભાળા ગામે ભગાધારવાળુ નામે ઓળખાતી સીમમા જયંતિભાઇ ગાંડાભાઇ બાવળીયા રહે.ઇતરીયા તા.ગઢડા વાળો ઇસમ પોતાની વાડીએ આવેલ ઓરડીમા ભારતીય બનાવટનો વિદેશી દારૂ વેચાણ માટે રાખેલ છે તેવી હકીકત મળતા સાથેના સ્ટાફને હકિકત થી […]

બાબરાના નીલવડા ગામે ડિગ્રી વગરનો ડોકટર ઝડપાઇ ગયો

અમરેલી, બાબરા તાલુકાના નીલવડા ગામે બાબરાના રામનગર સોસાયટીમાં રહેતા્ પ્રતિક જુગલભાઈ ગોંડલીયા ઉ.વ. 33 કોઈપણ સરકારમાન્ય એલોપેથીક સારવાર કરવા માટેની ડિગ્રી વગર કલીનીક ચલાવી દર્દીઓ પાસેથી ફ્રી લઈ સારવાર આપી પૈસા વસુલ કરી ડોકટરની રજી. મેડીકલ પ્રેકટીશનરને લગતી ડિગ્રી ન હોવા છતા એલોપેથીક દવાઓ તથા મેડીકલને લગત સાધન સામગ્રી વસ્તુ નંગ -22 કુલ રૂ/.18,590 નો […]

બાબરાના લુણકીમાં યુવાનનું ઝેરી દવા પી જતા મોત

અમરેલી, બાબરા તાલુકાના લુણકી ગામે રહેતા સુરજ ઉર્ફે સુરેશભાઇ ગોવિંદભાઇ મકવાણા ઉ.વ.28ના લગ્ન થયેલ ન હોય. અને પોતે છેલ્લા સાત આઠ વર્ષથી દારૂ પીવાનું કુટેવ હોય તા.19-3ના રોજ દારૂ પી ઘરે આવી પરિવારના લોકો સાથે માથાકુટ કરતા દારૂ પીધ્ોલ હાલતમાં તેમના ભાઇ દિપકભાઇને મારમારતા બાબરા પોલીસમાં જાણ કરતા પોલીસે તેના વિરૂધ્ધ દારૂ પીધ્ોલનો કેસ કરેલ […]