જાફરાબાદમાં દુકાનમાં આગ લાગી : નુક્શાન

જાફરાબાદ, અમરેલી જિલ્લાના જાફરાબાદમાં આજરોજ તારીખ 10 4 2024 ના રોજ આઠ થી નવ ની વચ્ચે અમી પ્રોવીઝન સ્ટોર નામની દુકાન માં અચાનક આગ લાગી આગ લાગવાનું કારણ હજુ સુધી જાણવા મળેલ નથી નગરપાલિકા ને જાણ કરવા છતાં ટેન્કર આવેલ નથી બંને ફાયર ટેન્કરો બંધની હાલતમાં છે નગરપાલિકા ઘોર નિંદ્રામાં પ્રાઇવેટ પાણીનો ટાંકો મંગાવીને આગ […]

જાફરાબાદની સીન્ટેક્ષના ગેઈટ પાસે પાંચ બાઈક સળગી

અમરેલી, જાફરાબાદ તાલુકાના લુણસાપુર ગામે આવેલ સીન્ટેક્ષ કંપનીના ગેઈટ પાસે પાર્ક કરેલ બાઈક જી.જે. 14 બી.ઈ. 3931 રૂ/.80,000 , બાઈક જી.જે. 14 .6167 રૂ/.40,000, બાઈક જી.જે. 14, એ.એસ. 9752 રૂ/.41,000 , બાઈક જી.જે. 9818 રૂ/.40,000 તથા બાઈક જી.જે. 14 એ.એસ. 2182 રૂ/.30,000 તેમજ ગેઈટ પાસે અન્ય પાર્ક કરેલ બાઈક તેમાંથી કોઈપણ બાઈકમાં વધ્ાુ ગરમીના કારણે […]

જાફરાબાદનાં લુણસાપુરમાં વનવિભાગના ટ્રેકર્સ સહિત 4 ઉપર હુમલો કરનારી સિંહણનું મોત થયું

અમરેલી, અમરેલી જિલ્લામાં આવેલ 3 દિવસ પહેલા જાફરાબાદ તાલુકામાં રીતસર સિંહણ દ્વારા આક્રમણ બની આતંક મચાવનાર સિંહણનું સારવાર દરમ્યાન મોત થયુ છે સિંહણ પ્રથમ લુણસાપુર ગામ નજીક આવેલ સીંટેક્ષ કંપનીના સિક્યુરિટી ગાર્ડ ઉપર હુમલો કર્યા બાદ બીજા જ દિવસે વનવિભાગના ટ્રેકર્સ ડ્રાયવર ઉપર હુમલાઓ કરી આતંક મચાવ્યો હતો પ્રથમ 2 ટ્રેકર્સ ઉપર સિંહણ આક્રમણ બની […]

જાફરાબાદમાં એસબીઆઈની દીવાલ ધરાશય થતા 2ના મોત : 3ને ઇજા

રાજુલા, જાફરાબાદ શહેરમાં ગિરિરાજ ચોકમાં જૂની એસબીઆઈ બેંકની જર્જરિત મકાન હતું તેની નીચે પાવભાજીની લારી હોવાથી લોકો ચા પાણી પીતા નાસ્તો કરતા હતા આવા સમયે ઉપરની રોડ સાઈડની જર્જરિત દીવાલ ઘસી આવતા લોકો દબાયા હતા ઘટનાને લઈ લોકોમાં ભાગ દોડ મચી ગઇ અને ટોળે ટોળા એકત્ર થતા પોલીસ દોડી આવી લોકોએ નીચે દબાયેલા લોકોને બહાર […]

સંવેદનશીલ એવા જાફરાબાદમાં શાંતી સમીતીની બેઠક યોજાઇ

જાફરાબાદ, જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં નવનિયુકત એ.એસ.પી. શ્રી વલય વૈધની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની મીટીંગ રાખવામાં આવી હતી આગામી હોળી ધુળેટી અને રમજાન માસ ધ્યાને રાખી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને શાંતિપૂર્વક તહેવારો ઉજવાય તે માટે માર્ગદર્શન આપ્યું હતું જાફરાબાદમાં ટાઉન પોલીસ સ્ટેશનના પી.આઈ શ્રી જે. આર. ભાચકન તેમજ જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશન ના પોલીસ […]

જાફરાબાદમાં યુવાનને મારમારી વિડીયો કલીપ બનાવી પરાણે કબુલાત કરાવતા ગાળાફાંસો ખાઇ જતા મોત

અમરેલી, જાફરાબાદમાં રહેતા કિરણભાઇ પરશોતમભાઇ બારૈયા ઉ.વ.22ને ગત તા.5-3-24ના પ્રકાશ ભાણજીભાઇ બાંભણીયા રહે. જાફરાબાદ વાળાએ ફોન કરી લાઇટ હાઉસ પાસે બોલાવી શરીરે આડેધડ મુંઢમારમારી તેની વિડીયો કલીપ બનાવી તેમાં બળજબરીથી કબુલાત કરાવી તેની વીડીયો વોટસએપમાં વાયરલ કરતા પોતાને લાગી આવતા પોતાના ઘરે પંખા સાથે ચુંદડી વડે ગાળા ફાંસો ખાઇ જતા મોત નિપજતાં મરણ જનારના માતા […]

લાઠીના હસુરપુર દેવળીયામાં પ્રૌઢનું ગળાફાંસો ખાતા અને જાફરાબાદના કોળી કંથારીયામાં પ્રૌઢનું વીજ શોકથી મોત

અમરેલી , અમરેલી જિલ્લામાં વધ્ાુ બે કમોતના બનાવ નોંધાયા હતાં. જેમાં લાઠીના હસુરપુર દેવળીયામાં પ્રૌઢનું ગળાફાંસો ખાતા તેમજ જાફરાબાદના કોળીકંથારીયા સીમમાં પ્રૌઢનું વીજ શોકથી મોત નિપજયાનું જાહેર કરાયું છે. લાઠી તાલુકાના હસુરપુર દેવળીયામાં દેવીપુજકના સ્મશાન પાસે આવેલ લીમડાના ઝાડે બીલોરસિંહ ભુન્નાભાઇ મુર્યા ઉ.વ.41ની દિકરી દેવળીયા ગામે પોતાના પતિ વેલસિંહ સાથે રહેતી હતી અને તેના ઘરે […]

જાફરાબાદ ખારવાવાડમાં ખુલ્લા વીજપોલથી અકસ્માતનો ભય

રાજુલા, ખારવા સમાજ દ્વારા રજૂઆત થતા પીજીવીસીએલ દ્વારા તાત્કાલિક આ ઈલેક્ટ્રીક વિજપોળને જાળી થી બંધ કરવામાં આવ્યા જાફરાબાદ શહેરમાં આવેલા સામા કાંઠા વિસ્તારમાં ખારવા સમાજની વસ્તી છે અહીં ખારવા સમાજ વસવાટ કરે છે અહીંના ખારવા સમાજના ભાઈઓ માછીમારી માટે દરિયામાં ચાલ્યા જતા હોય છે અને આઠ મહિના સુધી ઘરે હોતા નથી ત્યારે ઘરે માત્ર નાના […]

જાફરાબાદના દરિયામાં બોટમાંથી પડી જવાથી યુવાનનું મોત નિપજયું

અમરેલી, જાફરાબાદ સામા કાંઠે રહેતા શૈલેષભાઇ વશરામભાઇ સોલંકી ઉ.વ.32 જાફરાબાદથી આશરે 10 નોટીકલ માઇલ દુર દરિયામાં મછીમારી કરવા માટે ગયેલ હોય અને મછી પકડવા માટે દરિયામાં ઝાળ નાખવાનું કામ કરતા હતાં. તે દરમિયાન બોટમાંથી પગ લપસી જતાં દરિયાના પાણીમાં ડુબી જવાથી મોત નિપજયાનું કમલેશભાઇ વશરામભાઇ સોલંકીએ જાફરાબાદ મરીન પોલીસ મથકમાં જાહેર કરેલ

રાજુલા જાફરાબાદ પીપાવાવ વિસ્તારના દારૂનો નાશ કરાયો

રાજુલા, રાજુલા પોલીસ સ્ટેશન, જાફરાબાદ પોલીસ સ્ટેશન,જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશન,પીપાવાવ મરીન પોલીસ સ્ટેશન,નાગેશ્રી પોલીસ સ્ટેશન એમ તમામ પોલીસ સ્ટેશન ની કુલ- 1739 બોટલોનો નાશ કરવામા આવ્યો હતો આ તકે ડી વાય એસ પી હરેશ બી વોરા પીઆઇ ઇન્દુબા ગીડા પ્રાંત કલેકટર શ્રી બરાસરા જયેન્દ્રભાઈ બસિયા હરપાલસિંહ ગોહિલ જયરજભાઈ વાળા પારસભાઈ સહિતના પોલીસ સ્ટાફ જોડાયા હતા.