અમરેલી ઉપર વરસતા શ્રી ભુપેન્દ્ર પટેલ : 157 કરોડ મંજુર

અમરેલી,
અમરેલી જિલ્લાને મળેલ યુવાન નેતૃત્વએ જિલ્લાની તાસીર બદલવા કસી હોય એ રીતે વિકાસકામોની ભેટની વણઝાર જિલ્લાને સતત મળી રહ્યાનું ચિત્ર ઉપસી રહ્યું છે. અમરેલી – કુંકાવાવ વિસ્તારના યુવાન અને દૃષ્ટિવંત ધારાસભ્ય કૌશિક વેકરીયાએ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મળીને પોતાના મત વિસ્તારના સ્ટેટ રોડ અને મુખ્ય જિલ્લા માર્ગના રોડ પહોળા કરવા ચાર માર્ગીય બનાવવા તથા મજબૂતીકરણકરવા માટે ભારપૂર્વકની રજૂઆતના પરિણામે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ અમરેલી વિધાનસભા ક્ષેત્રના કુલ ચાર કામ માટે રૂપિયા 157 કરોડ અને 45 લાખ જેવી માતબર રકમ મંજૂર કરી છે. જેથી કહી શકાય કે તાજેતરની મુખ્યમંત્રીશ્રીની અમરેલીની મુલાકાતો વિસ્તારને ફળી છે. અમરેલી- કુંકાવાવ -વડીયા 26 કિલોમીટરની લંબાઈનો સ્ટેટ હાઇવે હયાત પહોળાઈ સાડાપાંચ મીટરમાંથી દસ કરવા સાથેવાઈડનીંગ રીસર્ફેસિંગ સીસી રોડ પ્રોડક્શનની કામગીરી સાથે મંજૂર કરતા રૂપિયા 67.50 કરોડની ફાળવણી કરી છે. અમરેલી- નાના આંકડિયા -ચિતલ રોડ 16.5 કિલોમીટરનો રસ્તો 3.75 મીટરમાંથી 7 મીટર કરવા સાથે વાઈડનીંગ, સરફેસિંગ, સી.સી. રોડ, કોઝવેની જગ્યાએ નવા સ્ટ્રક્ચર તેમ જ રોડ ફર્નિચરના કામ માટે 41 કરોડ રૂપિયા મંજૂર આવેલ છે. આ ઉપરાંત ચિતલ- રાંઢીયા -લુણીધાર 11 ંસ નો રસ્તો જે 3.75 મીટર હતો, એમાંથી 7 મીટર કરવા સાથે સ્ટ્રકચર વાઇન્ડિંગ કન્ટ્રક્શન કામ માટે રૂ. 36 કરોડ 20 લાખ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. બાબરા -ચિતલ -અમરેલી સ્ટેટ હાઇવે નાનામાચિયાળા બાયપાસથી ઠેબી ડેમના પાળા સુધીનો હયાત રસ્તો ફોર કરવાનું કામ રૂ. 12 કરોડ 75 લાખના ખર્ચે મંજૂર કરવામાં આવેલ છે. આમ ઉપર મુજબના કામો મંજૂર થતાં જિલ્લાના રસ્તાઓની સ્થિતિમાં સુધારો થશે અને પ્રજાજનોને ખરાબ રસ્તાઓની હાડમારીમાંથી મુક્તિ મળશે.અમરેલી – નાના આંકડિયા – રિકડીયા – ચિતલ રોડ મંજૂર કરાવા બદલ વિધાનસભા નાયબ મુખ્ય દંડકશ્રી – કૌશિકભાઈ વેકરીયાનો સરપંચશ્રી નરેન્દ્રભાઈ મંગળભાઈ વાળા તથા ઉપસરપંચ ભુપતભાઈ દાદાભાઈ વાળા તથા ગ્રામ પંચાયત સભ્યોએ આભાર માન્યો હતો.