બગસરામાં પશુઓ માટે ઘાસ ભરેલું આઇસરવાન ભડભડ સળગી ઉઠ્યું

બગસરા,
બગસરામાં ઝાંઝરીયા રોડ પર અચાનક આઇસર ભરેલ પશુઓનું ઘાસ પીજીવીસીએલ ના વાયર ને ઘાસ ને અડી જતા આઇસર ભડભડ સળગી ઊઠયું આસપાસના લોકો દોડી ગયા હતા બગસરા ઝાંઝરીયા પર નદી પરા વિસ્તાર પાસેનો આ બનાવ છે ત્યાં વોરા સમાજના એપાર્ટમેન્ટ ના લોકો રહેતા હોય ત્યાં નજીક આ બનાવ બનેલ છે ત્યાંના લોકો રહેવાસીઓ દ્વારા પોતાના ઘરે ટાંકામાંથી મોટર ચાલુ કરી તમામ લોકો મદદે આવી ને આઇસર ઉપર પાણીનો ફુવારા ચાલુ કર્યા ત્યારબાદ પોણી કલાકે આગ કાબુમાં આવી નગરપાલિકાનું ફાયર ફાઈટર આવ્યું ત્યાં તો ઘણી ખરી આગ બુજી ગયા બાદ નગરપાલિકા નો બંબો આવ્યો ત્યાંના રહેવાસીઓ દ્વારા પાણીની મોટર ચાલુ કરી આ આગ ઠારવા માટે ભારે જહેમત ઉઠાવી હતી.