રાજુલામાં ગરબો રમતા 24 વર્ષના અશાસ્પદ યુવકના હૃદય રોગનો હુમલો આવી જતા મોત

રાજુલા,
રાજુલામાં રહેતા અગ્રણી કોન્ટ્રાક્ટર ના પુત્ર ગઈકાલે મોટી રાત્રે એક લગ્ન પ્રસંગમાં પોતાના મિત્રો સાથે રાસ ગરબા રમતા હતા ત્યારે અચાનક હૃદય રોગનો હુમલો આવતા તેનું મૃત્યુ થવા પામ્યું હતું તેને રાજુલા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યા હતા. જાણવા મળતી વિગત મુજબ રાજુલા શહેરમાં સર્જન કન્સ્ટ્રકશન વાળા અગ્રણી કોન્ટ્રાક્ટર કિશોરભાઈ પટેલ ના પુત્ર પાવન ઉંમર વર્ષ 24 પોતે સિવિલ એન્જિનિયર ના છેલ્લા વર્ષમાં અમદાવાદ ખાતે અભ્યાસ કરે છે અને એકનો એક પુત્ર છે ગઈકાલે એક લગ્ન પ્રસંગે પોતાના મિત્રો સાથે અહીં રાજુલા હાજરી આપવા માટે આવેલા હતા તે દરમિયાન રાત્રિના 10:30 કલાકે રાસ ગરબા દરમિયાન રાસ ગરબા રમતા રમતા મેજર હૃદય રોગનો હુમલો આવતા ઢળી પડ્યો હતો જેને આજુબાજુના લોકોએ રાજુલા સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યો હતો આ સમાચારથી રાજુલા હોસ્પિટલમાં લોકો દોડી ગયા હતા કારણ કે કિશોરભાઈ સરસ સીધા અને લોકપ્રિય તેમની કામગીરી હોવાથી સમગ્ર શહેરમાં અરેરાટી હોય આપી ગઈ હતી રાજુલા નજીક આવેલા દેવકા વિદ્યાપીઠના પૂજ્ય રમેશભાઈ ઓઝાના ખાસ શિષ્ય અને રાજુલામાં કોન્ટ્રાક્ટર તરીકે ખૂબ જ મોટી નામના ધરાવતા કિશોરભાઈ પટેલના એકના એક પુત્રનું હૃદય રોગના હુમલાને હિસાબે મૃત્યુ થતાં ધારાસભ્ય હીરાભાઈ સોલંકી માર્કેટિંગ યાર્ડના ચેરમેન જીગ્નેશભાઈ પટેલ સહિતના આગેવાનોએ શોક વ્યક્ત કર્યો હતો અને સ્મશાન યાત્રામાં બહોળી સંખ્યામાં વેપારીઓ અગ્રણીઓ તેમજ પટેલ સમાજના આગેવાનો જોડાયા હતા