ગુજરાત પ્રદેશ ભારતીય જનતા યુવા મોરચા ના ઉપાધ્યક્ષ શ્રી મનીષ સંઘાણી ના વરદ હસ્તે કુંકાવાવ ખાતે ધાબળા વિતરણ કરવામાં આવ્યું

કુંકાવાવ ખાતે શ્રી સરદાર પટેલ ગ્રુપ અને કુંકાવાવ શહેર ભારતીય જનતા યુવા મોરચા ના સંયુક્ત ઉપક્રમમેં કુંકાવાવ શહેર માં રહેતા જરૂરિયાત મંદ લોકોની ચિંતા કરવામાં આવી હતી. ત્યારે આ કડકડતી ઠંડી માં આવા જરૂરિયાત મંદ લોકો બચી શકે તેવા ઉમદા હેતુ થી ગુજરાત પ્રદેશ ભારતીય જનતા યુવા મોરચા ના ઉપાધ્યક્ષ શ્રી મનીષ સંઘાણી ના વરદ હસ્તે જરૂરિયાત મંદ લોકોના ઘરે ઘરે જઈ અને ધાબળા વિતરણ કરવામાં આવેલ હતું. ત્યારે શ્રી સરદાર પટેલ ગ્રુપ ના સદસ્યોં અને કુંકાવાવ શહેર ભારતીય જનતા યુવા મોરચા ના કાર્યકરતા ઉપસ્થિત રહ્યા હતા.