બાબરાના ભીલડી નજીક ટ્રકમાં બેઠેલા બે શખ્સોએ ટ્રક અને શીંગદાણા મળી રૂા.27 લાખની લુંટમાં એક ઝડપાયો

અમરેલી,
બાબરા તાલુકાના ભીલડી ગામ નજીક તા. 7-1 ના રાત્રિના માણંદભાઈ પીઠાભાઈ મારૂ ઉ.વ. 26 રહે.ડુંગર પોતાના ટ્રક લઈને રાજકોટ કુવાડવા ચોકડી ખાતે શીંગદાણા ભરવા માટે ગયેલ હોય. ત્યાંથી સાંજના 5:30 કલાકે માણંદભાઈ તથા તેમની સાથે ઈરફાનભાઈ રહે. મહુવાવાળા અલગ અલગ ટ્રક લઈ પીપાવાવ શીંગદાણા ખાલી કરવા જવા નીકળેલ હોય. અને સાંજના 8:30 કલાકે બાબરા પહોંચતા ઈરફાનભાઈના ટ્રકમાં પંચર પડતા તેઓ ટાયર પંચર કરવા ઉભા રહેલ. અને માણંદભાઈ પોતાનો ટ્રક લઈ નીકળી ગયેલ. અને બાબરા શાહ પેટ્રોલપંપ પાસે આવેલ હોટલે ચા પાણી પીવા ઉભા રહેલ. ત્યારે તોફીક ખાટકી રહે. મહુવા તથા એક અજાણ્યો શખ્સ આશરે 35 થી 40 વર્ષનો મળેલ. અને તેઓને મહુવા જવું હોય. જેથી સાવરકુંડલા સુધી જવા ટ્રકમાં બેસી ગયેલ. અને માણંદભાઈ ટ્રક ચલાવતા હતા. તોહીદ અને અજાણ્યા શખ્સ ગાડીની કેબીનમાં બેસેલ હોય. જેમાં અજાણ્યો શખ્સ ગાળો બોલી ગાડી ચલાવવાની વાત કરતા તેમને ના પાડતા ગાળો બોલતા ગાળો આપવાની ના પાડતા અજાણ્યા શખ્સે પોતાની પાસે બોરી ખાલી કરવાનો લોખંડનો હુક હોય. જે ડાબા હાથે તથા જમણા હાથે અને બે ઘા કપાળમાં મારી ઈજા પહોંચાડી ટ્રક રૂ/.7,00,000 તથા ટ્રકમાં ભરેલ શીંગદાણા રૂ/.20,00,000 મળી કુલ રૂ/.27,00,000 ની લુંટ ચલાવી નાસી ગયાની બાબરા પોલિસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી તે ગુનામાં પોલીસે ફઝલે કરીમ કાસમ નામના શખ્સને ઝડપી લઇ પુછપરછ હાથ ધરી