અમરેલી,
અમરેલી નાગરિક સહકારી બેંકે વર્ષ: 2023-24 માં બેંકીંગ ક્ષેત્રે ગ્રાહકલક્ષી સેવાઓ પુરી પાડવાનો હરહંમેશ પ્રયત્ન રહેલ છે. બેંકના તમામ ગ્રાહકો માટે બેંકની ર્સ્મૈની છનૈબર્ચૌહ દ્વારા ઇ્ય્જી/શઈખ્ તથા ૈંસ્ઁજી ની સેવા ચાલુ કરવામાં આવેલ છે. તેમજ બેંક દ્વારા ઈ-ર્ભસસ, ેંઁૈં ની સેવા ચાલુ કરવામાં આવેલ છે. બેંકના તમામ ગ્રાહકો માટે 17155011 /1911 ની સેવા ચાલુ છે જેના દ્વારા પોતાના ખાતામાં રહેલ બેલેન્સ જીસ્જી દ્વારા મેળવી શકે છે જે સેવા માટે મોબાઈલ નંબર: 9909927310 રાખવામાં આવેલ છે.તારીખ: 31-03-2024 ના રોજ બેંકની થાપણ રૂગ.178.13 કરોડ છે. તારીખ: 31-03-2024 ના રોજ બેંકનું ધિરાણ રૂ. 113.55 કરોડ થયેલ છે. ગત વર્ષે બેંકનો નફો રૂગ. 3.28 કરોડનો હતો. જેમાં ચાલુ વર્ષે લાખનો વધારો થતા નફો રૂગ.3.35 કરોડનો થયેલ છે. આમ ચાલુ વર્ષ દરમ્યાન બેંકે પોતાની શ્રેષ્ઠતા સાબિત કરેલ છે.બેંક દ્રારા સભાસદોને 15% ડીવીડન્ડ આપવામાં આવશે, તેમજ સભાસદોને કોમા કંપનીનું રૂ. 1700/- નું મીક્ષચર ગ્રાઈન્ડર (ત્રણ જાર વાળુ) આપવામાં આવશે.ચાલુ વર્ષે આપણી બેંકની નવી બ્રાંચ કુંકાવાવ ખાતે ચાલુ કરવાની રીઝર્વ બેંક ઓફ ઈન્ડીયા તરફથી મળતા ગત સપ્ટેમ્બર-2023 માં ચાલુ કરવામાં આવેલ છે. જેમાં સ્થાનિક લેવલે સારો એવો સહકાર મળી રહેલ છે. બેંકો માટે માથાના દુ:ખાવા સમાન રીકવરી હોય છે. જેથી એન.પી.એ. વધતા જતા હોય છે. પરંતુ અમરેલી નાગરિક સહકારી બેંક લી. એ રીકવરી પર દેખરેખ રાખતા બેંકના પુર્વ શ્રી પી.પી.સોજીત્રાની દેખરેખ નીચે બેંકનાં રીકવરી ઓફિસર શ્રી અજયભાઈ નાકરાણી અને તેમની ટીમે સતત રર માં વર્ષે નેટ શઁછ 0% અને ગ્રોસ શઁછ 2.54 % જાળવીને છેલ્લા રર વર્ષથી જે સભાસદો, વેપારીઓ, ડિપોઝીટરો અને ખેડૂતોએ આ બેંક ઉપર મુકેલ વિશ્વાસ બેંકે જાળવી રાખેલ છે. આમ અમરેલી નાગરિક સહકારી બેંક બેંકીંગ કામકાજ કરતી બેંક નહી બનતા સમાજને ઉપયોગી બેંક બની છે. અને બેંકની ટીમ સમાજ પ્રત્યે કંઈક કરી છુટવાની ભાવના દર્શાવે છે.આ ભગીરથ કાર્ય માટે બેંકના ચેરમેનશ્રી જયેશભાઈ નાકરાણી, વાઈસ ચેરમેન ભાવિનભાઈ સોજીત્રા, મેનેજીંગ ડિરેકટરશ્રી શૈલેષભાઈ સંઘાણી, ડિરેકટરશ્રી પી. પી. સોજીત્રા તેમજ સમગ્ર બોર્ડ ઓફ ડિરેકટરશ્રીઓ અને બેંકના દિલીપ ધોરાજીયા, રીકવરી ઓફિસરશ્રી અજયભાઈ નાકરાણી તથા સમગ્ર સ્ટાફની કાર્યક્ષમ કામગીરીને આભારી છે.