આપણા દેશ મા કિસાનો હવે કંઈક વાંચતા લખતા થયા છે. આ કંઈકનો અર્થ પણ પાંચ ટકાથી વધુ નથી. એનો અર્થ નથી કે બાકીના અભણ છે. બધાને વાંચતા લખતા આવડે છે પણ વાંચવુ નથી. એને કારણે સંશોધન વૃત્તિ વિકસતી નથી. જેમનામા સંશોધન વૃત્તિ ન હોય તેઓ બહુ દૂરના ભવિષ્યને તાગી શકતા નથી. ખેતી તો દરિયા જેવો વિષય છે અને એના અનેક ડાયમેન્શન છે. સફરજન ખાવું ને એનો આસ્વાદ લેવો એ વાત છે અને સફરજનમા રહેલા વિટામીન વગેરે તત્ત્વોને જાણવા એ બીજી વાત છે. ભારતીય ખેડૂતો ખેતીમાં એટલા બધા ગળાડૂબ રહે છે કે ખેતરમાં પાંચ-પચીસ ઝાડ વાવીને થોડો બાગાયતી પાક લેવાનો પણ એને વિચાર આવતો નથી. પાણી ક્યાં છે – એટલુ બોલીને ભલભલા કિસાનો પાણીમા બેસી જાય છે. ભારતમા અર્થતંત્રમાં ફાળો રાજા જેવો છે પણ એ અર્થતંત્રનો ઓછામા ઓછો લાભ કિસાનને મળે છે.
એનું કારણ એક જ છે કે ખેડૂતો સમજણ વિકસાવવા તૈયાર નથી. પણ હવે સમજણ વિકસાવવી પડશે અને અભ્યાસ કરવો પડશે. એકલી સરકારી યોજનાઓને રાહતનો અભ્યાસ નહિ ચાલે, ખેતીના નૂતન સંશોધનોનો પણ અભ્યાસ કરવો પડશે. નહિતર જેટલી છે એ પણ હાથમાથી રેતીની જેમ સરી જશે. કૃષિ-અર્થશાસ્ત્રને આજે અર્થશાસ્ત્રના અગત્યના અંગ તરીકે સ્વીકૃતિ મળી છે. એની આગવી હસ્તીનો પણ સ્વીકાર થયો છે. અર્થશાસ્ત્રની સર્વસંમત વ્યાખ્યા મા કૃષિ અર્થશાસ્ત્રની વ્યાખ્યાનો સમાવેશ કરી શકાય છે. માર્શલે અર્થશાસ્ત્ર ની વ્યાખ્યા “માનવસમાજના સામાન્ય જીવનવ્યવહારનો અભ્યાસ’ એમ કરેલી છે તેમાં આર્થિક વ્યવહારનો એમ ઉમેરી શકાય. ખેતી પણ એક આર્થિક વ્યવહાર છે તથા માનવજીવન સાથે એનો સીધો સંબંધ પણ છે જ અને આર્થિક પાસું ખેતી નુ અગત્યનુ અંગ છે. ખેતી સાથે એના તમામ આર્થિક પાસાઓ કિસાનોએ હવે સમજવા પડે એમ છે.
ખેતી-અર્થશાસ્ત્રનો ઉદગમ ઓગણીસમી સદીના મધ્યમા થયો એમ કહી શકાય. ઈ. સ. આસપાસ ઇંગ્લેન્ડમા મકાઈની આયાત પર જકાત અંગેનો કાયદો ઘડવામા આવ્યો. ખેતી અને સામાન્ય માનવીના જીવન પર એની ભારે અસર પડી. જાહેરમાં એનો વિરોધ થયો. એમાથી ખેતીના આર્થિક પાસા પ્રત્યે ધ્યાન દોરાયુ. આલ્ફ્રેડ રિકાર્ડોના લખાણો નુ આ અંગે ભારે મહત્વ છે. એના લખાણોમાથી અર્થશાસ્ત્રનો જાણીતો સિદ્ધાંત તરી આવ્યો, જે ઘટતી ઉત્પાદકતાના નિયમ તરીકે ઓળખાય છે. આ નિયમના બે મુદ્દા આજ સુધી સર્વસ્વીકૃત રહ્યા છે. જમીનની ટાંચના કારણે અન્ય ઉત્પાદક સાધનોનો વપરાશ વધતા જે ઉત્પાદન-વધારો મળે તે સાધનોના વધારાના પ્રમાણમા ઓછો આવે. આ પરિસ્થિતિને કારણે એમ પણ તારણ કાઢવામા આવ્યુ કે વધારાના ઉત્પાદનનો ખર્ચ થાય અને તેથી કિંમત વધુ ચૂકવવી જમીન એ કુદરતની બક્ષિસ છે. એમાં રહેલા પોષક તત્વોમા ઉમેરો થાય નહિ; ઉત્પાદન વધે તો જમીનમા સંગ્રહાયેલા આ તત્ત્વો ઘટતા જાય તેથી ઉત્પાદનવધારો બીજા સાધનોના વધારાના પ્રમાણમા ઓછો મળે.
આ નિયમના આધારે એમ પણ જણાવવા મા આવ્યું કે આરંભ સારી જમીનથી કરી, વધુ ઉત્પાદન ઊતરતી કક્ષા ની જમીન માથી તેને કારણે પણ સીમાંત ઉત્પાદન ઘટતું જાય. બીજી પણ એક વાત આની સાથે જોડવામા આવી. ઉત્પાદનખર્ચ વધતા ભાવ વધે, ભાવની સાથે જમીનનુ ભાડુ વધે, એ વધારા નુ ભાડું જમીનમાલિકને ફાળે જાય અને એ વધારા ની આવક નો સામાન્ય જનતા ને કોઈ લાભ ન મળે. શ્રમ કરનાર મજૂરવર્ગ કે મૂડી-રોકાણ વર્ગને એમા કોઈ હિસ્સો ન મળે. સમાજનો એક અનુત્પાદક વર્ગ આવકવધારો મેળવે, જ્યારે ઉત્પાદક વર્ગ – મુખ્યત્વે શ્રમજીવી – પોતાની આવકમા વધારો કરી શકે નહિ. રિકાર્ડોના આ મૂળભૂત સિદ્ધાંતના ઘેરા પડઘા પડ્યા. માર્કસવાદને આમાથી પુષ્ટિ મળી અને એનો આરંભ થયો. જોકે માર્કસે આ નિયમનો માત્ર આધાર લઈ તાત્વિક સિદ્ધાંતનો વિકાસ કર્યો. રિકાર્ડોનો આ સિદ્ધાંત મૂળભૂત અને સામાન્ય રીતે સર્વગ્રાહી છે, છતા કૃષિ-અર્થશાસ્ત્ર માટે આજે પણ પાયાનો સિદ્ધાંત મનાયો છે.
લગભગ એ જ સમયની આસપાસ જર્મનીમા અર્થશાસ્ત્રના વિશેષ અંગ તરીકે કૃષિ અર્થશાસ્ત્રનો વિકાસ થયો અને ત્યાં ફોન થ્યુનેને પોતાનુ આગવુ પ્રદાન કર્યું. એનુ પ્રેરકબળ એને અમેરિકા મા પશ્ચિમ પ્રદેશોમાં ખેતી અને તેથી ઘટતા ભાવ અને પરેશાન ખેડૂત વર્ગમાથી મળ્યુ. ઇંગ્લેન્ડમા પરેશાન વર્ગ ઉપભોક્તાનો હતો. થ્યુનેનનો સિદ્ધાંત મૂળગત હોવા છતાં રિકાર્ડોના સિદ્ધાંત જેટલી ખ્યાતિ પામ્યો નહિ. થ્યુનેનના સિદ્ધાંતને પાક-વ્યવસ્થા સાથે સંબંધ છે. એના નિયમનાં ત્રણ અંગો છે : (1) વાહનખર્ચ, (2) ખેતી ઉત્પાદનમાં પાક, પ્રાણિજ ઉત્પાદન વગેરેમા જમીન, મૂડી શ્રમનુ જુદુ જુદુ પ્રમાણ તથા (3) ઉત્પાદનની બજારલક્ષિતા. ખેતી ઉત્પાદન મુખ્યત્વે શહેર ના લોકો માટે થતુ હોય તો શહેરમાની બજારથી જેટલે દૂર ઉત્પાદન થાય તેટલું નૂર-ખર્ચ વધે; તેટલો ચોખ્ખો ભાવ ખેડૂતને ઓછો મળે.
જમીન ઈશ્વરની દેણ, એનો ખર્ચ શૂન્ય, તેથી દૂરના વિભાગમા ખેતીમા જમીન ઝાઝી, એટલે મૂડી અને શ્રમ વપરાય. આમાથી, બજારને કેન્દ્ર ગણીએ તો કેન્દ્રની આસપાસ લંબાતી ત્રિજ્યાનાં વર્તુળો, એકકેન્દ્રીય વર્તુળો રચાય. સૌથી નજીકના વર્તુળ મા પ્રમાણ મા મૂડી અને શ્રમનો વધુ ઉપયોગ, સહુથી દૂરના વર્તુળમાં પ્રમાણમા મૂડી અને શ્રમનો ઓછો ઉપયોગ. રિકાર્ડોના સિદ્ધાંત સાથે આને દૂરનો સંબંધ ગણાવી શકાય. દૂરની જમીન, ઊતરતી પ્રતિની નહિ, પણ અંતર હોવાથી તેમા એકરદીઠ ઉત્પાદન ઓછુ. અમેરિકાના પશ્ચિમના રાજ્યોનો અનુભવ આજે ત્રીજા વિશ્વના દેશો કરી રહ્યા છે અને તેથી થ્યુનેનના સિદ્ધાંતનો આજે નવો અભિગમ છે. થ્યુનેનના સિદ્ધાંતમા પણ કેટલાંક મૂળગત તત્ત્વોને કારણે એને પણ સર્વસ્વીકૃતિ મળી અને એમાથી ક્ષેત્રીય વિજ્ઞાન સિદ્ધાંત નો ઉદભવ થયો. અર્થશાસ્ત્રનો ઉદગમ “રાષ્ટ્રોની સંપત્તિ’ના ડમ સ્મિથના થી થયો. પણ એ અગાઉ અર્થશાસ્ત્ર ના પ્રશ્નોએ કેટલાક અભ્યાસીઓનું ધ્યાન ખેંચેલું. એમાં ભૌતિકવાદીઓનુ પ્રદાન કૃષિ અર્થશાસ્ત્ર માટે સીધો સંબંધ ધરાવે છે. ક્વિસ્નેએ “ટેબ્લો ઇકોનોમિક’ મા રાષ્ટ્રની અર્થવ્યવસ્થા અંગે કોષ્ટક રચ્યુ. એના મૂળમા કૃષિ અને અન્ય વ્યવસાયો વચ્ચેની કડીઓની વાત હતી. એમાં એમને કહેવાનું હતું કે ખેતીનું ઉત્પાદન એ ઉત્પાદન છે. બીજા ઉદ્યોગો એ ઉત્પાદનનુ રૂપાંતર કરે છે. એટલે દેશની આર્થિક ઉન્નતિ ખેતીના ઉત્પાદનની પ્રગતિ પર નિર્ભર છે.
ખેતી નુ ઉત્પાદન વધે તો અન્ય ઉદ્યોગો વિકસે, રાષ્ટ્રમા નવા ઉદ્યોગો સ્થપાય, ખેતી પરનુ શ્રમભારણ ઘટે. ક્વિસ્નેના કથનનો વિકાસ આ જ લિયોન્ટિફના ઇનપુટ-આઉટપુટ કોષ્ટકમા જોવા મળે છે. આ ત્રણ તરાહ થ્યુનેન, ક્વિસ્ને મા એક સામાન્ય તત્વ છે : ખેતીનો રાષ્ટ્રના અર્થકારણ સાથેનો સંબંધ. આર્થિક વિકાસ, આર્થિક વ્યવહાર અને આર્થિક રચના અંગે એમાં ચિંતનવ્યાપાર હતો. આજે આર્થિક વિકાસ અંગે નુ ચિંતન વધતાં આ પુરોગામી વિચારો મા રહેલા કેટલાંક તત્ત્વો ફરીથી અગત્યનુ સ્થાન મેળવી રહ્યાં છે.