હિટવેવની આગાહીના પગલે અમરેલી ડિવીઝનમાં તકેદારીના પગલા

અમરેલી,
ભારતીય હવામાન વિભાગે 3 એપ્રિલથી વિવિધ રાજયોમાં તાપમાન સામાન્યથી વધારે રહેવાની આગાહી સાથે હિટવેવની ચેતવણી આપી છે. અનેક રાજયોમાં આજથી 10 દિવસ હિટવેવ રહેવા શકયતા છે. 7 એપ્રિલે પુર્વતર ભારતમાં ગાજ વીજ અને વરસાદની પણ શકયતા છે. હિટવેવની આગાહી ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ દ્વારા કરાતા અમરેલી વિજ સર્કલમાં તકેદારીના જરૂરી પગલાઓ લેવામાં આવ્યા છે. ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ આઇએમડી દ્વારા હિટવેવની આગાહીના પગલે અમરેલી જિલ્લામાં તકેદારીના પગલાઓ લેવાઇ રહ્યા છે. અમરેલી પીજીવીસીએલ દ્વારા અવિરત વિજપુરવઠો વિજ ગ્રાહકોને મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. લોકો વિજ પુરવઠા અને સલામતી અંગેની રજુઆત માટે પીજીવીસીએલના કસ્ટમર કેર સેન્ટરનો સંપર્ક સાધવો જરૂર પડયે પીજીવીસીએલ દ્વારા ટોલ ફ્રી નં. 19122 ઉપર પણ સંપર્ક થઇ શકશે તેમ અમરેલી પીજીવીસીએલના સુત્રોએ લોકોને જાગૃત કરવા જણાવ્યું