રાજુલા,
રાજુલા શહેરમાં બીડી કામદાર પાસે ખાખબાઈ રોડ પર આવેલ એક ખેતરમાં આગ લાગવાની ઘટના બનવા પામી આગ લાગવાના સમાચારથી આજુબાજુના ખેતરના માલિકોએ રાજુલા ફાયર વિભાગને જાણ કરતા રાજુલા ફાયર વિભાગની ટીમ મનુભાઈ શીવાભાઈ જયભાઈ સહિતની ટીમ ઘટના સ્થળે તાત્કાલિક આવેલી આગ જુસબ ભાઈ ઉમરભાઈ જોખીયાની વાડીમાં આગ લાગવાના સમાચાર મળ્યા ત્યારે રાજુલા ફાયર વિભાગ ની ટીમે ભારે જહેમત બાદ આ આગ કાબુમાં આવેલી ત્યારે ખેતરના માલિક જુસબભાઈના જણાવવામાં મુજબ ખેતર માં ઘઉં વાવેલા હતા અને જેમાં અંદાજિત પાંચ વિઘાના ઘઉં બળી ગયા હોવાનું આ ખેતરના માલિક જુસબભાઈએ જણાવેલ