Homeઅમરેલીવેરા પ્રશ્ર્ને બગસરા સજ્જડ બંધ : આવેદન અપાયું

વેરા પ્રશ્ર્ને બગસરા સજ્જડ બંધ : આવેદન અપાયું

Published on

spot_img

બગસરા,
નગરપાલિકાની અણ આવડત ને કારણે પાલિકાના સત્તાધીશો પ્રાથમિક સુવિધાઓ આપવાને બદલે બગસરાની જનતા ઉપર વધારાનો વેરોવનાખવા માટે પોતાની સંતાનો દુરઉપયોગ કરી રહીછે અને સરકારશ્રી દ્વારા પણ અગાઉ પાલિકા પાસે ચેમ્બરના કરેલા પ્રશ્નોની માહિતી માગેલ જેમાં પાલિકા દ્વારા ચેમ્બર તેમજ સરકારશ્રીને માહિતી ખોટી આપેલના દાખલા છે અને બગસરાની જનતા ઉપર 2025થી નવો વેરો વધારવામાં આવેલ હતો જેના વિરોધમાં આજે બગસરા બંધનું એલાન કરવામાં આવ્યું હતું. જેને લઈને આજે શહેરમાં તમામ નાના-મોટા વેપારીઓ દ્વારા સદંતર બંધ રાખીને પાલિકાના નિયમનો ઉલાળીયો કરી વિરોધ કર્યો હતો. જ્યારે તમામ સંસ્થાઓ સાથે મળીને વિજય ચોક ખાતે થી લઇ શહેરના મુખ્ય માર્ગો પર ફરી નગરપાલિકા રેલી કાઢવામાં આવી હતી આ રેલી દરમિયાન રામધૂન તેમજ નગરપાલિકાના વિરોધમાં સૂત્રોચાર કરવામાં આવ્યા હતા. જ્યારેનગરપાલિકા ખાતે આવેદન દેવા પહોંચતા પાલિકાના ચીફ ઓફિસર હાજર નહીં રહેતા મામલો બીચકાયો હતો. અને તમામ વેપારીઓ અને સામાજિક સંસ્થાઓના આગેવાનો સાથે મળીને નગરપાલિકાનો ઘેરાવ કર્યો હતો. જ્યારે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દિનેશભાઈ દ્વારા જ્યાં સુધી ચીફ ઓફિસર હાજર રહીને આવેદન નહી સ્વીકારે ત્યાં સુધી પાણીનો પણ ત્યાગ કરેલ હતો. જ્યારે સમસ્ત ગામ લોકોએ તેમને ખુબ સહકાર આપીને આ બંધને ભવ્ય પ્રતિસાદ આપ્યો હતો. તેમજ પાલિકા દ્વારા તા.27/12 ના રોજ ચેમ્બર દ્વારા લખાયેલ પત્ર ના જવાબ આપેલ માહિતી સલંગીક નો હોઈ જેને બગસરા ચેમ્બર કોમર્સના વકીલશ્રી મારફત પાલિકા દ્વારા જણાવેલ આવક રૂ.40 લાખ ની હોઈ અને ખર્ચ રૂ.288 લાખ નો હોઈ તો બાકી ની રકમ કઈ રીતે મેળવે છે જેની માહિતી દિવસ પંદર આપવા જણાવાયું છે જો નહિ આપે તો કાયદેસરની કાર્યવાહી કરશે પાલિકા દ્વારા ખોટી માહિતી આપીને બગસરાની જનતાને ગુમરાહ ઇરાદાથી ખોટું થઈ રહ્યું છે તેમ જાણી કાનૂની કાર્યવાહી પણ કરવામાં આવશે તેમજ આગળ જતાં જો આ બંધના પ્રતિસાદ જોઈ પાલિકાના સતાધિસો અને વહીવટદારો આ વેરા વધારો પાછો ખેંચવા આવેદન આપ્યું છે જો વેરા વધારો પાછો ખેંચવામાં નહીં આવેતો આવતા આગામી દિવસોમાં ગાંધીજી ચિંધ્યા માર્ગ પર હજુ આંદોલનો કરવામાં તેમજ દરેક શહેરી જનો વિરોધ નોંધાવવા પોતાની દુકાનો ઉપર કાળા વાવટા ફરકાવી રાખશે તેમ બગસરા ચેમ્બર જણાવેલ હતુ અત્રે ઉલ્લેખનીય છેકે થોડા દિવસો પહેલા રાજકીય આગેવાનો દ્વારા એવા નિવેદનો કરવામાં આવ્યા હતાકે શહેરના વિકાસ માટે વેરો વધારો જરૂરીછે ત્યારે બગસરા શહેરના બુદ્ધિશાળી લોકો દ્વારા એવી ચર્ચાએ જોર પકડ્યું હતું ભૂતકાળમાં બગસરા શહેરના વિકાસના કામો થયેલા કર્મચારીઓના પગારો પણ નિયમિત થયેલા ભૂગર્ભ ગટર તેમજ સ્ટ્રીટ લાઈટના મેન્ટસન માટે અને કર્મચારીઓ ના પગારો માટે શહેરના વીકાસ માટે સરકારશ્રી દ્વારા નિયમિત આપવામાં આવેછે જેવી ચર્ચાઓ એ જોર પકડ્યું છે આ બંધ દરમિયાન શહેરના ભાજપના આગેવાનોએ પણ પોત પોતાના ધંધા રોજગાર બંધ અંદર ખાને પાલિકાના અન આવડતનો વિરોધ દર્શાવેલ હતો.

Latest articles

07-01-2025

05-01-2025

ઇતિ શ્રી ભાગવત પુરાણમ્ : સંઘ વડા મોહનભાગવત હિન્દુ ધર્મને કેમ જુદી રીતે જુએ છે?

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન અમરાવતીમાં ધર્મના નામે ગેરસમજ અને અત્યાચારો પર ચિંતા વ્યક્ત...

કુંડલાના વણોટમાં 68ને પ્લોટોની સનદ વિતરણ કરતા શ્રી કસવાલા

અમરેલી, ગ્રામીણ ગામડાઓના વિકાસનો લક્ષ લઈને સાવરકુંડલા લીલીયા વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા ધારાસભ્ય મહેશ કસવાલાએ રોડ...

Latest News

07-01-2025

05-01-2025

ઇતિ શ્રી ભાગવત પુરાણમ્ : સંઘ વડા મોહનભાગવત હિન્દુ ધર્મને કેમ જુદી રીતે જુએ છે?

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન અમરાવતીમાં ધર્મના નામે ગેરસમજ અને અત્યાચારો પર ચિંતા વ્યક્ત...