અમરેલી સારહી તાપોવન આશ્રમને શ્રી જયંવતભાઇ ફીણાવાએ 11 લાખ અને કાળુભાઇ ભંડેરીએ 11 લાખનું દાન આપ્યું

અમરેલી,
સારહી તપોવન આશ્રમ ની શુભેચ્છા મુલાકાતે પધારેલ સંસ્થા ની પ્રગતિ થી પ્રભાવિત થઈ ને ઉધોગ અગ્રણી શ્રી જયવંતભાઈ (જયલાભાઈ) ફિણાવા તરફ થી અગ્યાર લાખ, રૂપિયા તથા શ્રી કાળુભાઇ ભંડેરી, તરફ થી અગ્યાર લાખ રૂપિયા સારહી યુથ ક્લબ ઓફ અમરેલી સંચાલિત સારહી તપોવન આશ્રમ નાં નિર્માણ કાર્ય માટે તા. 04/01/2024 નાં રોજ અનુદાન આપેલ સાથો સાથ સંસ્થાની સેવાકીય પ્રવૃતિઓની વિગત મેળવી સંસ્થાની પ્રગતિ અંગે સારહી તપોવન આશ્રમ નાં સ્વપ્ન દ્રષ્ટા – પ્રમુખશ્રી મુકેશભાઇ સંઘાણી અને સમગ્ર સારહી પરિવાર ને શુભકામનાઓ પાઠવી.આ તકે સારહી પરિવાર વતી સારહી તપોવન આશ્રમ નાં સ્વપ્ન – દ્રષ્ટા લોકસેવક શ્રી મુકેશભાઇ સંઘાણી, અમર ડેરી નાં ચેરમેન શ્રી અશ્વિનભાઈ સાવલિયા,શ્રી વજુભાઈ પટેલ, નગર પાલિકા નાં પૂર્વ કારોબારી ચેરમેન શ્રી સુરેશભાઈ સેખવાં, અમરેલી શહેર ભાજપ મહામંત્રી શ્રી રાજેશભાઈ માંગરોલિયા, શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી તુષારભાઈ જોશી, ડિસ્ટ્રિક્ટ ચેમ્બર શ્રી ભગીરથભાઈ ત્રિવેદી, નગર પાલિકા નાં પૂર્વ પ્રમુખ પ્રતિનિધિ શ્રી ચંદુભાઈ રામાણી સહિત નાં પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં