રામચરિત માનસ વિધાતાનો લેખ પણ બદલી શકે છે : પુ. મોરારિબાપુ

સિહોર તાલુકાના સણોસરા ખાતે સને 1953માં સ્થપાયેલી લોકભારતી ગ્રામ વિદ્યાપીઠમાં પૂજ્ય મોરારિબાપુના વ્યાસાસને તારીખ 30 ડિસેમ્બરથી રામકથાનો પ્રારંભ થયો હતો તેનો આજે 7 જાન્યુઆરી 24 ના રોજ વિરામ થયો.
પૂજ્ય મોરારિબાપુએ આજની કથામાં પ્રવેશ કરીને બાલકાંડ પછીના ઉત્તરકાંડ સુધીની કથા સંક્ષિપ્તમાં પરંતુ ભાવવહી રીતે ગાન કરી હતી.વિશેષ કહ્યું કે બાગને ગુરુ અને ગૌરી પૂજન માટે ઉપયોગ કરવો જોઈએ. રામચરિત માનસ મહાકાવ્ય તો છે જ પરંતુ તે એક મહામંત્ર છે. આપણાં જીવનમાં રહેલાં વિષયોને ઉતારવા માટે આ મહામંત્ર અતિ ઉપયોગી છે, એટલું જ નહીં પરંતુ રામચરિત માનસ એ વિધાતાના લેખો ને પણ બદલી શકે છે. ’પુણ્યમ પાપમ્ સદા શિવ હરણમ્. ’ “કૈકૈયી દ્વારા રામ વનવાસનું વચન અને પછી રામનું વન ગમનની કથા જ્યારે ગાન થઈ ત્યારે તેના અર્થો અને ભાવને રજૂ થતાં આખો સમિયાણો ભાવવાહી બન્યો હતો.’માનસ- લોકભારતી’ રામકથા અનેક રીતે નવા આયામો ને સ્પર્શતી આગળ વધી હતી. સામાન્ય રીતે દસ વાગ્યે શરૂ થતી કથા બાપુએ દરરોજ એક કલાક વહેલાં આવવાનો પ્રોગ્રામ રાખીને સૌને ચોંકાવ્યા હતાં.એટલું જ નહીં આ કથા ના પ્રારંભમાં રામાયણના પાત્રોને એકોક્તિથી રજૂ કરીને ખૂબ જ સુંદર રીતે પ્રસ્તુત કરવામાં પ્રા્.વિશાલ ભાદાણી અને પ્રા. વિશાલ જોષી એ મહત્વની ભૂમિકા ભજવી હતી.