સારહિ યુથ ક્લબના પ્રમુખ મુકેશભાઈ સંઘાણીના સંકલ્પ અનુસાર નિર્માણધીન સારહિ તપોવન આશ્રમના શિલાન્યાસ કાર્યક્રમ ને એક વર્ષ પૂર્ણ થયું છે.અને આશ્રમના બિલ્ડીંગના નિર્માણકાર્ય જ્યારે શરુ છે,ત્યારે ઘણી સેવાભાવી સંસ્થાઓ,મહાનુભાવો પણ પોતાના તરફ થી આ સેવાયજ્ઞ માં જોડાઈ રહ્યા છે,ત્યારે અમરેલી જીલ્લાના શિક્ષણવિદ,શૈક્ષણિક હબના સ્વપ્નદ્રષ્ટા,વાત્સલ્ય ધામના પ્રણેતા,તેવા અમરેલીના વતની સારહિ તપોવન આશ્રમ ના સેવા કાર્ય થી પ્રભાવિત થઈને શ્રી વસંતભાઈ હરિભાઈ ગજેરા તરફ થી સારહિ તપોવન આશ્રમને રૂ.11 લાખનું દાન આપવામાં આવ્યું.આ સેવાયજ્ઞમાં સહભાગી થઇ,કાર્યને વધુ વેગવંતુ બનાવવાના પ્રયાસ માટે સારહિ યુથ ક્લબના પ્રમુખ મુકેશભાઈ સંઘાણી તેમજ સારહિ યુથ ક્લબની ટીમ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો.