આ વર્ષ ૨૦૨૪માં મકર સંક્રાંતિ ૧૫ જાન્યુઆરીએ ઉજવવામાં આવશે

મકર સંક્રાંતિ પર આ અનુભૂત પ્રયોગ દરેક ક્ષેત્રમાં સફળતા અપાવશે!
આ વર્ષ ૨૦૨૪માં મકર સંક્રાંતિ ૧૫ જાન્યુઆરીએ ઉજવવામાં આવશે. મકર સંક્રાંતિ પર સુર્યદેવ પોતાના પુત્ર શનિદેવ પ્રત્યે ગુસ્સો ત્યજીને તેમના ઘરમાં એટલે કે તેમની રાશિમાં પ્રવેશ કરે છે સૂર્ય અને શનિ પિતા અને પુત્રના સૂચક છે પિતા-પુત્ર હોવા છતાં તેમના સ્વભાવમાં જમીન આસમાનનો ફેર છે પરંતુ આ દિવસે સૂર્ય, પુત્ર શનિના ઘરમાં આવે છે  આથી આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન, દાન, પૂજા વગેરે કરવાથી પુણ્ય હજાર ગણુ થઈ જાય છે કેમ કે આજના દિવસે કરેલા પુણ્યકાર્યથી સૂર્ય અને શનિ બંનેની ઉર્જા પ્રાપ્ત થાય છે.  આ મકર સંક્રાંતિ ઘણા વિશિષ્ટ યોગ લઈને આવી રહી છે. મકર સંક્રાંતિ સોમવારે આવી રહી છે. આથી પૂરું વર્ષ પોઝિટિવ એનર્જી મેળવવા માટે સવારે સ્નાન કર્યા પછી, શુદ્ધ જળ ભરેલા કળશમાં થોડું ગંગાજળ, ચોખા, ચંદન, કેસર, હળદર  અને કંકુ નાખો. લાલ વસ્ત્ર પર એક કપ ચોખાની ઢગલી કરી ને  તેના પર કળશ મૂકો અને પછી ત્રણ વખત આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરો. પછી કળશના પાણીથી સૂર્યને “ઓમ હ્રીં સૂર્યાય નમઃ” મંત્ર બોલતાં અર્ધ્ય આપો. આ પ્રયોગ જીવનમાં પદ પ્રતિષ્ઠા, પૈસા અને પોઝિટિવ એનર્જી આપનારો છે. આ મકર સંક્રાંતિ પર આ પ્રયોગ અવશ્ય કરો.
જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી