ધરાઈ હવેલી માં છપ્પન ભોગ મનોરથ ઉજવાયો ઇફ્કો ના ચેરમેન દિલીપભાઈ શાંઘણી એ દર્શન અને મહાપ્રસાદ નો લાભ લીધો

વૈષ્ણવ સંપ્રદાય નું અતિ મહત્વ નું અને જ્યાં માનતા ના દેવ શ્રી બાલમુકુંદ જી બિરાજે છે આવા ધરાઈ ગામ માં હવેલી એ ઠાકોરજી ને છપ્પન ભોગ ધરાવવા નો મનોરથ ઉજવાય ગયો આ મનોરથ માં હજારો વૈષાવો એ દર્શન અને ઢાઢી લીલા તેમજ મહાપ્રસાદ નો લાભ લીધો આ મનોરથ માં ઇફ્કો ના ચેરમેન અને સહકાર શિરોમણી શ્રી દિલીભાઈ સંઘાણી પણ વિશેષ ઉપસ્થિત રહી પૂજા દર્શન તેમજ મહાપ્રસાદ નો લાભ લીધો અને ધરાઈ જેવા પૌરાણિક યાત્રાધામ ના વિકાસ માટે શુભેચ્છા પાઠવી હતી તેમજ અમર ડેરી ના ચેરમેન અશ્વિનભાઈ સાવલિયા જિલ્લા સંઘ ના ચેરમેન જન્તી ભાઈ પાનસુરીયા પણ દિલીપભાઈ સાથે રહી ઢાઢી લીલા તેમજ અન્ય કાર્યક્રમ નો લાભ લીધો હતો આ સમગ્ર કાર્યક્રમ રાજકોટ ના મનોરથી મઘડીયા અને ઘઘડાં પરિવાર દ્વારા ખૂબ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી અને મુખ્યાજી વિરલ ભાઈ એ ખૂબ જહેમત ઉઠાવી હવેલી માં ભક્તિ ભાવ પૂર્વક વૈષ્ણવો દર્શન અને મહાપ્રસાદ લઈ ધન્ય બન્યા હતા આ સમગ્ર ઉત્સવ ની સાથે સાથે શ્રી બાલમુકુંદ હવેલી સંસ્થા ના પ્રમુખ મુખ્યાજી ધર્મેન્દ્ર ભાઈ મંત્રી મિતુલ ભાઈ તેમજ બાલમુકુંદ ભાઈ એ જણાવ્યું હતું કે ધરાઈ ને સર્વોત્તમ પુષ્ટિ યાત્રાધામ તરીકે વિકાસ પામે એ માટે બાલમુકુંદ ગ્રુપ ની સ્થાપના કરવા માં આવી હતી સાથે સાથે આ ગ્રુપ ભારત ના દરેક શહેર અને ગામ માં સમિતિ અને સંગઠન ઊભું કરી સનાતન ધર્મ અને સંસ્કૃતિ નું રક્ષણ પ્રચાર પ્રસાર તેમજ રાષ્ટ્રવાદ અને કુદરતી આપત્તિ ના સમયે મદદ કરશે . આ પ્રસંગે મનોરાથી પરિવાર અને રાજકોટ ના વૈષ્ણવો દ્વારા નવી હવેલી નું નિર્માણ જલ્દી થી થાય એ માટે તન મન ધન થી સહકાર આપવા ની ખાતરી આપી હતી.