રાજુલા તાલુકા યુવા ભાજપ પ્રમુખ તરીકે કાઠી સમાજના વીરભદ્રભાઈ ડાભીયાની વરણી કરાઈ

ભારતીય જનતા પાર્ટીમાં સંગઠનમાં યુવાનોને વધુ પ્રોત્સાહન કરવામાં આવી રહ્યા છે ઉપરાંત લોકસભા ચૂંટણી પહેલા રાજુલા તાલુકા યુવા ભાજપ પ્રમુખ તરીકે ફરીવાર કાઠી ક્ષત્રિય સમાજના વીરભદ્રભાઈ ડાભીયાની નિમણુંક કરવામાં આવી છે અમરેલી જીલ્લા ભાજપ પ્રમુખ રાજેશભાઈ કાબરીયાના માર્ગદર્શન મુજબ પ્રશાંતભાઈ કોરાટ ( પ્રમુખ પ્રદેશ યુવા મોરચો) તેમજ અમરેલી જીલ્લા યુવા મોરચો પ્રભારી જયભાઈ શાહ સાથે સંકલન કરી અમરેલી જીલ્લા યુવા મોરચાના પ્રમુખ ચેતનભાઈ શિયાળ દ્વારા રાજુલ તાલુકા યુવા ભાજપના પ્રમુખ તરીકે વીરભદ્રભાઈ વલકુભાઈ ડાભીયાની વરણી કરવામાં આવતા ધારાસભ્ય હીરાભાઈ સોલંકી પ્રદેશ ભાજપના રવુભાઈ ખુમાણ જિલ્લા યુવા ભાજપના ઉપ પ્રમૂખ વનરાજભાઈ વરૂ સંજયભાઈ ધાખડા,મયુરભાઈ દવે,સાગરભાઈ સરવૈયા,મહેન્દ્રભાઈ ધાખડા પરેશભાઈ લડુમોર હરસુરભાઈ પ્રદીપભાઈ લાડવા ડો.વિપુલભાઈ બાવળીયા અક્ષયભાઈ ધાખડા જયરાજભાઇ જે ડી સહિતના ભાજપના કાર્યકર્તાઓ દ્વારા અભિનંદન પાઠવ્યા હતાં.