બગસરા,
ભાવનગર રેન્જ આઈ.જી. ગૌતમ પરમાર અને પોલિસ અધિક્ષક હિમકરસિંહ દ્વારા અમરેલી જીલ્લામાં પશુઓની ગેરકાયદે સર કતલ કરવાના ઈરાદે હેરફેર કરતા શખ્સોને પકડી પાડવા અને તેમના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપતા ના.પો. અધિ. જે. પી.ભંડારીના માર્ગદર્શન હેઠળ બગસરાના ના.પો.અધિ. સી.બી. સોલંકી તથા પી.આઈ.કે.સી. પારગી અને પોલિસ સ્ટાફે ખાનગી બાતમીના આધારે જેઠીયાવદરથી બગસરા આવતી છકડો રીક્ષામાં પાછળના ભાગે કેસરી કલરનું પ્લાસ્ટિક ઢાંકેલ જેમાં ભેંસ વંશના પાડા જીવ નંગ -3 કૃરતા પુર્વક ભરી કોઈ આધારપુરાવા વગર કતલ કરવાના ઈરાદે હેરફેર કરતા બગસરાના કાદર અલારખભાઈ કાળવાતર તેમજ જાળીયાના રાજુ રમેશભાઈ વાઘેલાને રૂ/.29,000 ના મુદામાલ સાથે ઝડપી પાડયા હતા.જયારે મહેબુબ ખાટકી રહે. બગસરાવાળાને આ ગુનામાં અટકાયત કરવાનો બાકી છે.