ગોંડલથી તુલસીશ્યામ રોડ માટે 16 કરોડ મંજુર કરાવતા શ્રી કૌશિક વેકરીયા

અમરેલી,
અમરેલીના જાગૃત લોકપ્રતિનિધિ અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિક વેકરિયાએ પોતાના મતવિસ્તારના રસ્તાઓ તાત્કાલિક રિકાર્પેટ થાય તે માટે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ખૂબ જ ભારપૂર્વક રજૂઆત કરેલ. જે અન્વયે તા.3.1.2024ના રોજ સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂપિયા 16 કરોડ 10 લાખની રકમ મંજૂર કરવામાં આવી છે. આ રકમમાંથી કુંકાવાવ તાલુકાનાં વાવડીથી બગસરા રસ્તાનું રિ કાર્પેટ કામ મંજૂર થતાં ટૂંક સમયમાં આ કામ માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવશે. જે કામમાં ગોંડલ વાયા દેરડી- કુંકાવાવ – બગસરા – ધારીથી તુલસીશ્યામ સુધીના રસ્તાના રિસરફેસના કામનો પણ સમાવેશ થાય છે. રસ્તાના નવીનીકરણનું આ કામ સંપન્ન થતા, આ વિસ્તારની પ્રજા અને તુલસીશ્યામ દર્શન માટે જતી પ્રજા અને અન્ય પ્રવાસીઓની સુખાકારીમાં વધારો થશે અને લોકોને પડતી હાલાકીમાંથી મુક્તિ મળશે એમ કૌશિક વેકરિયા