અમરેલી,
જન જન કી એક હી પુકાર, અબકી બાર ચારસો પારનાં સુત્રો સાથે ભાજપનો જયજયકાર સાથે રાજકોટ બેઠકમાં શ્રી પરશોત્તમ રૂપાલાને અભુતપુર્વ આવકાર મળી રહ્યો છે અને રાજકોટમાં વસતા અમરેલીવાસીઓ સાથે શ્રી પરશોત્તમ રૂપાલાએ બેઠક યોજી હતી. રાજકોટમાં વસતા અમરેલીનાં નાગરીકો સાથે શુભેચ્છા મુલાકાત કરી ગુજરાતનાં ઉજ્જવળ ભવિષ્ય માટે ચર્ચા કરતા શ્રી પરશોત્તમ રૂપાલાએ વિવિધ કાર્યક્રમો દરમિયાન રાજકોટનાં સરદાર પટેલ વિદ્યા મંદિર સંલગ્ન લેઉવા પટેલ બોર્ડીંગનાં પ્રમુખશ્રી શામજીભાઇ ખુંટની મુુલાકાત કરી મિત્રો સાથે વાળુ કર્યુ હતું અને તે પ્રસંગે લોક સાંસ્કૃતિનાં ભાતીગળ ડાયરાની મોજ માણી હતી.અને શ્રી શામજીભાઇનાં આંગણે સુંદર પંચ કલ્યાણી ઘોડીની સાચવણ અને તેના અશ્ર્વપ્રેમનાં દર્શન કર્યા