કોવાયામાં કુવામાં પડી જતાં, કુંડલા અને કોલડામાં ઝેરી દવા પી જતા-અમરેલીમાં ગળાફાંસાથી મોત

અમરેલી,
અમરેલી જિલ્લામાં કમોતના બનાવની જાણે વણઝાર ચાલી રહી હોય તેમ જુદા જુદા કારણોસર કોવાયામાં યુવાનનું કુવામાં પડી જતાં, સાવરકુંડલામાં વૃધ્ધનું ઝેરી દવા પીજતા, અમરેલીમાં પ્રૌઢનું ગળાફાંસો ખાઇ જતા તેમજ કોલડામાં યુવાનનું ઝેરી દવા પી જતાં મોત નિપજયું હતું. આ બનાવની પ્રાપ્ત વિગત અનુસાર રાજુલા તાલુકાના કોવાયા માયન્સ કોલોનીમાં રહેતા મુળ મહુવા તાલુકાના રાણીવાડા ગામના મિલન મુકેશભાઇ ચૌહાણ ઉ.વ.18 એકાદ વર્ષથી માનસિક બિમાર હોય તેની દવા ચાલુ હોય તે પોતાના મેળે ઘરેથી નિકળી તેના ઘરથી આશરે દોઢેક કિમી દુર આવેલ પાણીના કુવામાં પોતાની મેળે પડી જતાં પાણીમાં ડુબી જવાથી મૃત્યુ નિપજયાનું મુકેશભાઇ ધ્ાુડાભાઇ ચૌહાણે મરીન પીપાવાવ પોલીસ જાહેર કરેલ છે. બીજા બનાવમાં સાવરકુંડલા શિવાજીનગર પટેલ વાડી પાસે રહેતા કરશનભાઇ ગોપાભાઇ કળથીયા ઉ.વ.61 પોતાના ઘરે ઉપરના માળે રૂમમાં બપોરના સમયે સુતા હોય તે દરમિયાન પોતે પોતાની મેળે કોઇ અગમ્ય કારણોસર ઝેરી દવા પી જતાં મોત નિપજયાનું દિનેશભાઇ કરશનભાઇ કળથીયાએ સાવરકુંડલા પોલીસ મથકમાં જાહેર કરેલ છે. જયારે ત્રીજા બનાવમાં અમરેલીના લાઠી રોડ ઉપર યોગીનગરમાં રહેતા પિયુષભાઇ હસમુખભાઇ દેવમુરારી ઉ.વ.39ને છેલ્લા અઠવાડિયાથી અવારનવાર ખરાબ વિચારો આવતા હોય જેથી તા.20-3ના સવારે 9-15 કલાકે પોતે પોતાની ઘરે ગળાફાંસો ખાઇ જતા મોત નિપજયાનું મનિષભાઇ હસમુખભાઇ દેવમુરારીએ અમરેલી સિટી પોલીસ મથકમાં જાહેર કરેલ છે. ચોથા બનાવમાં કોલડા ગામે જગદીશ ઉર્ફે સાહિલ મનસુખભાઇ મકવાણા ઉ.વ.20 કાંઇ કામ ધંધો કરતો ન હોય અને દારૂ પીવાની ટેવ વાળો હોય અને મોજ શોખ કર્યા કરતો હોય પોતે જીંદગીથી કંટાળી જઇ ઝેરી દવા પી જતાં સારવાર દરમિાયન મોત નિપજયાનું રાજુભાઇ મનસુખભાઇ મકવાણાએ વડિયા પોલીસ મથકમાં જાહેર કરેલ