ખાંભા,
તુલસીશ્યામ રેન્જના જામકા રેવન્યુ વિસ્તારમાંથી બોલેરો ગાડી નં.જી જે 4 એટી 1875માંથી આટકાટના લાકડા ભરીને નિકળેલ ડ્રાઇવરને પુછપરછ કરતાં જામકા ગામના અશ્ર્વિનભાઇ કેશુભાઇ સાવલીયાની વાડીએથી લાકડાભરી નવા બંદર લઇ જતા તેની કોઇ પાસ પરમીટ ન હોય વનવિભાગ ધારીના નાયબ વન સંરક્ષક રાજદિપસિંહ ઝાલા અને મનિષ ઓડદ્રા, આર.ડી. પાઠક, જી.એમ. ચોવટીયા, સાહીખા ઉશ્માનખા પઠાણ, ગોલણભાઇ વણઝરએ બોલેરો ડ્રાઇવર ધર્મેશભાઇ જીણાભાઇ વાઘેલા રોહિશા વાળાની અટક કરી રૂપિયા 10 હજારનો દંડ વસુલ કરેલ છે. એ જ રીતે ઉનાના વ્યાજપુર ગામે ઉના રાજુલા હાઇવે રોડ પર શોરૂમ નજીક જી જે 32 ટી 5182માં લાકડા ભરીને જતાં ટ્રકની પુછપરછ કરતાં વેરાવળથી મહુવા લઇ જતાં હતાં. જેની કોઇ પરમીટન હોય તેથી તેની સામે પણ વનવિભાગે કાર્યવાહી કરી છે. ટ્રક ડ્રાઇવર નુરૂભાઇ ઇબ્રાહીમભાઇ ચૌહાણ રહે. ગોવિંદપરા વેરાવળવાળાની અટક કરી નુકશાની પેટે 20 હજારનો દંડ વસુલ કરી જામીન પર મુકત કરેલ