રેલ્વેની કાળજીને કારણે અમરેલી જિલ્લામાં રેલ્વેનાં પાટા ઉપર આવેલા કુલ 89 સિંહોનાં જીવ બચ્યાં

અમરેલી,
પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝન દ્વારા સિંહોને ટ્રેનની અડફેટે આવતા બચાવવા માટે વિવિધ પગલા લેવામાં આવ્યા છે. ડિવિઝન દ્વારા સ્પીડ કંટ્રોલ માટે લોકો પાયલોટને કડક સૂચના આપવામાં આવી છે. તેમને ઢસાથી પીપાવાવ, ગાધકડાથી વિજપડી, રાજુલાસિટીથી પીપાવાવ પોર્ટ અને રાજુલાથી મહુવા સેક્શન જેવા વનવિસ્તારોમાં ખાસ કાળજી રાખવા અને હોર્ન વગાડવા અને ઝડપ મર્યાદા નિયંત્રણમાં રાખવા સૂચનાઓ આપવામાં આવી છે, જેનું લોકો પાઇલોટ્સ દ્વારા પાલન કરવામાં આવી રહ્યું છે. સિંહો રેલ્વે ટ્રેકની નજીક હોવાની સ્થિતિ જાણવા મળે છે ત્યારે રેલ્વે પ્રશાસન દ્વારા સાવચેતીના આદેશો (ભર્ચેૌહ ંર્ગિીિ) જારી કરવામાં આવે છે. રેલ્વે ટ્રેક નજીક સિંહોની હિલચાલ પર વન વિભાગ અને રેલ્વે પ્રશાસન દ્વારા બારીકાઈથી નજર રાખવામાં આવી રહી છે.લોકો પાયલોટ દ્વારા લેવાયેલી સાવચેતીના કારણે છેલ્લા ત્રણ નાણાકીય વર્ષ 2021-22માં 29 સિંહો, 2022-23માં 27 સિંહો અને ચાલુ નાણાકીય વર્ષ 2023-24માં 33, આમ કુલ 89 સિંહોને ટ્રેનની અડફેટે આવવાથી બચાવી લેવામાં આવ્યા