Homeઅમરેલીઅમરેલીમાં વિધાનસભા કોર કમિટીની બેઠક મળી

અમરેલીમાં વિધાનસભા કોર કમિટીની બેઠક મળી

Published on

spot_img

અમરેલી,
વિધાનસભાના તમામ પદાધિકારીઓએ પાર્ટીના કાર્યકર્તાઓને સાથે લઈ બુથ માઈક્રો મેનેજમેન્ટથી તમામ મતદારો સાથે સંપર્કમાં રહીને પ્રચાર કાર્ય શરૂ કરવા આહવાન કરવામાં આવ્યું.આવનાર લોકસભા 2024ની ચૂંટણીને અનુલક્ષીને 95- અમરેલી વિધાનસભા વિસ્તારમાં મતદાન વધારવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા શરૂ કરવામાં આવનાર ’ઘર ઘર ચલો અભિયાન’ તેમજ પરિવાર મોદી પરિવાર’ વિશે અમલવારી કરવા રણનીતિ બનાવવામાં આવી.કેન્દ્રની મોદી સરકાર દ્વારા છેલ્લા 10 વર્ષમાં કરવામાં આવેલ અવિરત વિકાસના કામોની બાબતે મતદારોને માહિતગાર કરવા, તેમજ આવનારી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને વિજેતા બનાવવા તમામ ઇન્ચાર્જ પદાધિકારીઓ, ચૂંટાયેલી પાંખના કાર્યકરોએ ડોર ટુ ડોર કેમ્પેઇન, લોક સંપર્ક, બુથ સમિતી થી લઈને સમિતિ સુધી તમામને આવરી લઇ બેઠકોનો દોર શરૂ કરી દેવા સૂચના આપવામાં આવી. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ અમરેલી ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકસભા ચૂંટણી 2024 માટે દ મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું પણ ઉદઘાટન કરી દેવામાં આવ્યું છે. આગામી સમયમાં ચૂંટણી પ્રચાર સંદર્ભે અમરેલી વિધાનસભામા દરેક મંડળમાં પોતાની ટીમ સંપર્ક અભિયાન હાથ ધરવા વિશેષ સૂચના.ઉપરાંત આગામી દિવસમાં બુથ માઈક્રો મેનેજમેન્ટ હેઠળ પ્રત્યેક બુથ પર બુથ કાર્યકરોને વિશેષ કામગીરી સોંપવામાં આવી છે, અગાઉ જે તે બૂથ પર જે મતદાન થયું છે તેના કરતાં વધુમાં વધુ મતદાન થાય છે તેમજ તેમાં સપ્રમાણ લીડની ટકાવારીમાં ઉત્તરોઉત્તર વધારો થાય તે માટે કરવા સૂચના આપવામાં આવી.ડોર ટુ ડોર લોકસંપર્ક, આગામી સમયમાં બુથ વાઈસ મિટિંગનું આયોજન કરી, ચૂંટાયેલા પાંખના કાર્યકર્તા ડોર ટુ ડોર સંપર્ક કરી, તમામ મતવિસ્તારમાં સંમેલનો, વરિષ્ઠ નાગરિકો,મહિલાઓ,યુવાનો, વ્યવસાયિકો સાથે સંમેલન યોજવામાં આવશે. જે અંગેના આયોજન કરવા ચર્ચા કરવામાં આવી હતી.ઉપરોક્ત બેઠકમા અમરેલી કુકાવાવ વડીયાના ધારાસભ્ય અને ગુજરાત નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઇ વેકરીયા , અમરેલી વિધાનસભાના પ્રભારી શ્રી વિજયભાઈ ભગત, અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી રાજેશભાઈ કાબરીયા, જિલ્લા મહામંત્રી શ્રી મેહુલભાઈ ધોરાજીયા, અમરેલી તેમજ કુકાવાવ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, અમરેલી-કુકાવાવ તાલુકા ભાજપ પ્રમુખ-મહામંત્રી, , અમરેલી શહેર ભાજપ પ્રમુખ મહામંત્રી, જિલ્લા પંચાયતના ચેરમેનશ્રી સહિત સંગઠનના પદાધિકારીઓ વિગેરે ઉપસ્થિત રહ્યા
.

Latest articles

31-10-2024

30-10-2024

હિમાચલ પ્રદેશ અદભુત અને પરમ રમણીય છે પરંતુ સરકાર એ સૌન્દર્ય જાળવી શકશે નહિ

હિમાચલ સરકારની ફરિયાદ પર કેન્દ્રીય ટીમ ’પાણીમાં તિરાડ’ શોધવા આવી હતી. આ વખતે ભારે...

કુંડલામાં એસટીનાં ડ્રાઇવરને એટીઆઇ તરીકે બઢતી

અમરેલી, આજરોજ સાવરકુંડલા એસ.ટી.ડેપોના ડ્રાઈવર તરીકે અયુબખાન અલ્લારખભાઈ પઠાણ ને છ્ૈં ની લેખીત પરીક્ષા પાસ...

Latest News

31-10-2024

30-10-2024

હિમાચલ પ્રદેશ અદભુત અને પરમ રમણીય છે પરંતુ સરકાર એ સૌન્દર્ય જાળવી શકશે નહિ

હિમાચલ સરકારની ફરિયાદ પર કેન્દ્રીય ટીમ ’પાણીમાં તિરાડ’ શોધવા આવી હતી. આ વખતે ભારે...