સાત જિલ્લામાંથી ઇફકોના 23 ડેલીગેટ ચૂંટાયા

અમરેલી,
સૌરાષ્ટ્રના સાત જિલ્લામાંથી ઇફકોના 23 ડેલીગેટ ચૂંટાયા હતા જેમા અમરેલી જિલ્લાનો જયજયકાર થયો હતો કુલ 23માંથી અમરેલી જિલ્લાનાં 11 ડેલીગેટ, ભાવનગર-બોટાદમાંથી 6 અને જુનાગઢમાંથી 4 ડેલીગેટ બીનહરીફ થયા છે.અમરેલી જિલ્લામાં સતત 30 વર્ષથી સહકારી ક્ષેત્રે બીનહરીફ થતા શ્રી રમણીકભાઇ સોજીત્રા (મુખી), શ્રીજયંતિભાઇ પાનસુરીયા, શ્રી વિરજીભાઇ ઠુમ્મર, શ્રી મનિષ સંઘાણી, શ્રી દિપક માલાણી બીનહરીફ થયા છેે.ગુજકોમાસોલમાં ચુંટણીમાં ઇફકો માટે પાંચ વર્ષ માટે પોરબંદર,ગીરસોમનાથ,જુનાગઢ, અમરેલી,ભાવનગર,બોટાદ મળી કુલ સાત જિલ્લામાંથી 23 ડેલીગેટની ચૂંટણી થતી હોય છે જેમા અમરેલીમાં 11, જુનાગઢથી 4,બોટાદ-ભાવનગરમાંથી 6 ચૂંટાયા હતા જેમા અમરેલીના 11 માંથી શ્રી દિલીપભાઇ ગૃપના 6 અને શ્રી વિરજીભાઇ ઠુમ્મર ગૃપના 5 ડેલીગેટ બીનહરીફ થયા