અમરેલી,
અમરેલી અત્રતત્ર સર્વત્ર છવાયુ હોય તેમ આઇપીએલ ક્રિકેટ મેચમાં પણ અસાંજો માભો કુરો ઉક્તિને સાર્થક કરી હોય તેમ અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડીયમ ખાતે ગુજરાત ટાઇન્સ મેચના ટોસ માટે બી.કે.ટી.ટાયર કંપની તરફથી અમરેલીનાં પટેલ ટાયર એજન્સીવાળા તથા પટેલ ટાયર એજન્સી રાજકોટનાં મનસુખભાઇ વામજાની સ્ટેડીયમ ખાતે ઉપસ્થિતિમાં આઇપીએલ મેચનો ટોસ ઉછાળવામાં આવ્યો હતો. સ્ટાર સ્પોર્ટસ, જીયોસીનેમા ચેનલ પર લાઇવ પ્રસારણ કરવામાં આવ્યો હતો. હાર્દિક પંડ્યાની ઉપસ્થિતિમાં સંચાલન રવિ શાસ્ત્રીએ કર્યુ હતું આમ નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં અમરેલી છવાયું હતું તે પણ એક ગૌરવરૂપી ઘટના કહેવાય.