બાબરાના ચકચારી ખુન કેસમાં આરોપીઓનો નિર્દોષ છુટકારો કરાવતા ધારાશાસ્ત્રી જે.આર.વાળા

અમરેલી,
આ કામના બનાવની વિગત એવી છે કે બગસરા પોલીસ મથકમાં આઇપીસી 302, 307, 323, 324, 325 વિગેરે કલમમાં આરોપીઓ દિપુભાઇ ઉર્ફે દિપુ પ્રમોદભાઇ ગોયલ, કિશન લાદુલાલ ગુર્જર, કલુભાઇ ભગવાનદાસ ગોયલની અટક કરવામાં આવેલ આ બનાવની વધ્ાુ વિગતમાં જોઇએ તો તા.16-7-23ના 21:00 કલાકે બાબરા કરિયાણા રોડ ઉપર આવેલ ભવાની સિરામીકના કારખાનામાં આ કામના ફરિયાદીના કુટુંબીક કાકા મરણજનાર છોટુભાઇ લખુભાઇ ગોહિલ તથા આ કામના આરોપીઓ સાથે કામ કરતા હોય મરણજનારને આરોપીઓ સાથે અગાઉ બોલાચાલી થયેલ હોય જે બાબતનું મનદુ:ખ રાખી આરોપીઓ દ્વારા છોટુભાઇનું ખુન કરેલ હોવાની ફરિયાદ ફરિયાદીએ આપેલ જે કામે ફરિયાદી તથા પંચો અને સાહેદો તથા સરકારી સાહેદો અને કેસની તપાસ કરનારને તપાસતા કોર્ટ દ્વારા આરોપીઓને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો હતો. આરોપીઓ વતી વિધ્વાન ધારાાશાસ્ત્રી જે.આર. વાળા, એચ. આર. મેવાડા, એન. ટી. વસાણીની ધારદાર દલીલોને કોર્ટે ગ્રાહ્ય રાખી નિર્દોષ ઠરાવી છોડી મુકવા હુકમ કર્યો