અમરેલી એસટી ડેપોમાં ડ્યુટી લીસ્ટમાં ગોલમાલ થઇ રહ્યાંની બુમ ઉઠી : ભભુકતો રોષ

અમરેલી,
ઓવર ટાઇમ અને મનમાની જગ્યા માટે અમરેલી એસટી ડેપોમાં લાગતા વળગતાઓનો નેવૈદ્ય ધરાવવા પડતા હોવાની રજુઆત અમરેલીનાં ધારાસભ્ય અને વિધાનસભાનાં નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિક વેકરીયાને કરવામાં આવી છે. રજુઆતમાં જણાવાયું છે કે, સરકાર દ્વારા 11 માસ માટે પરત લેવાઇ રહેલા જુના કર્મચારીઓને હાલનાં પેધી ગયેલા જવાબદારો અન્યાય કરતા હોવાની રજુઆત કરાઇ છે અને શ્રી વેકરીયા ભોગ બનનારા સીધાસાધા કર્મચારીઓને ન્યાય અપાવે છે કે કેમ તેની ઉપર સૌની મીટ મંડાય