રાજુલા પોકસો કોર્ટમાં કેસ ચાલી જતાં આરોપીને 10 વર્ષની સખ્ત કેદની સજા

રાજુલા,
રાજુલા તાલુકાના પીપાવાવધામ ગામે તા. 13-12-2019ના સગીરાને વાલીપણામાંથી અપહરણ કરી મહારાષ્ટ્ર લઇ જઇ ભોગ બનનાર સાથે અવાર નવાર શરીર સબંધ બાંધી ત્રણ માસનો ગર્ભ રાખી દેતા આરોપી ઝારખંડ રાજયના ગોડા જિલ્લાના કંઠોન ગામના વિજય ઉર્ફે વિકી બધોત દશરથ બધોત યાદવ ઉ.વ.23 સામે ભોગ બનનારના પિતાએ રાજુલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા તપાસ કરનાર અધિકારીએ આરોપી વિરૂધ્ધ પુરતો પુરાવો જણાતા કોર્ટમાં ચાર્જસીટ રજુ કરેલ ઉપરોકત કેસ રાજુલા સ્પેશ્યલ પોકસો અને એડિશનલ સેશન્સ જજ શ્રી એમ.એસ.સોની સમક્ષ ચાલી જતાં ફરિયાદ પક્ષે પીપી બી.એમ. શિયાળની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી કોર્ટે 10 વર્ષની સખ્ત કેદની સજા અને રૂા.50 હજાર વળતર પેટે ભોગ બનનારને ચુકવવા હુકમ કર્યો