રાજુલાના છ ગામોને સિંચાઈ માટે પાણી આપવા માટે રજૂઆત

રાજુલા,
રાજુલા તાલુકાના છ ગામોના સિંચાઈ માટે પાણીની અતિ જરૂરિયાત હતી આ બાબતે અગાઉ રજૂઆત કરવામાં આવી હતી અને આ છ ગામોના ખેડૂના હિતમાં જો કેનાલ ચાલુ કરવામાં આવે તો અસંખ્ય ખેડૂતો પાક લઈ શકે. આ બાબતે ધારાસભ્ય હીરાભાઈ સોલંકી માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને ખેડૂત નેતા જીગ્નેશભાઈ પટેલ તાલુકા પંચાયતના પ્રમુખ છાયાબેન પુરોહિત તેમજ તાલુકા ભાજપના મહામંત્રી મુકેશભાઈ ગુજરીયા સહિતના આગેવાનોએ સરકારમાં રજૂઆત કરી હતી જેના અનુસંધાને આજે આ છ ગામને જોડતી કેનાલની ટ્રાયલ કરવામાં આવી હતી અને પાણી છોડવામાં આવ્યું હતું, આ ટ્રાયલ શરૂ થયા બાદ હવે ખેડૂતોને વહેલી તકે કેલાલ મારફત પાણી મળી રહે તે બાબતે ખેડૂતોમાં પણ માંગણી ઉઠવા પામી છે ગુજરાત સરકાર દ્વારા આ ચેનલ નું આજ રોજ ટ્રાયલ કરવામાં આવ્યું