બગસરાના શાકમાર્કેટ વિસ્તારમાં ટ્રાફિકની કાયમી સમસ્યા

બગસરા,
બગસરામાં શાક માર્કેટમાં નીકળવું હોય તો ચાલીને પણ ન નીકળાય તેવી પરિસ્થિતિ આડેધડ વાહન પરથી શાક માર્કેટ નો રોડ વાહનો ના પાર્કિંગ થી રોડ પર ચાલુ મુશ્કેલ બન્યું છે આવા ભર ઉનાળા તાપમાન લોકો બુજરગો બાળકો મહિલાઓ ને ખરીદી કરવા માટે અવરજવર કરવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને ઘણો બધો સમય આ ટ્રાફિકમાં સલવાઈ જતા સમયનો વ્યય થાય છે બગસરામાં વાહનો આડેધડ પાર્કિંગ થાય છે કોઈ કહેવાવાળું જ છે નહીં અને લોકોને આ ટ્રાફિક સમસ્યા માંથી કોણ કાઢશે તેવો સવાલ લોક મુખ્ય ચર્ચાઈ રહ્યો છે ડીવાયએસપી સોલંકી સાહેબ ટ્રેનિંગમાં જતા જ બગસરામાં જાણે બગસરા ડેલાને તાળા ખૂલી ગયા હોય તેમ બે ફિકરથી વાહનો ચલાવે છે આડેધડ એક કિલો ખાંડ લેવી હોય તો પણ મન ફાવે ત્યાં વાહનો મૂકી અને જતા રહે છે શાક માર્કેટમાં પણ આ જ પોઝીશન છે પોલીસના લોક દરબારમાં આમંત્રિત રાજકીય નેતાઓ તથા આગેવાનોને પોલીસ દ્વારા પૂછવામાં આવે કે બગસરામાં કાંઈ પ્રશ્ન છે તો લોકો એક જ વાત કરે છે કે બગસરામાં ટ્રાફિકની સમસ્યા બહુ છે પણ હલ કરવા કોઈ આવતું નથી પરંતુ જ્યારે લોક દરબાર બોલાવવામાં આવે છે ત્યારે પાંચ 15 દિવસ આ ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે પીએસઆઇ અથવા પોલીસ સ્ટાફ નીકળે છે પરંતુ પાંચ પંદર દિવસ નીકળી ગયા બાદ ફરી શાક માર્કેટ તથા સુજલ હોસ્પિટલ પાસે ફરી પરિસ્થિતિ આવી જ ઊભી થાય છે લોક દરબારમાં પણ આગેવાનોએ અનેક વાર રજૂઆત કરી છે પરંતુ પરિસ્થિતિ આજ આવીને ઊભી રહે છે આ બાબતે બગસરા માં આ સમસ્યા દૂર કરવા માટે પોલીસ આળસ મરડે તો આ સમસ્યા દૂર થાય તેમ છે