જુનાગઢ,
જુનાગઢમાં પેરોલ ફર્લો સ્કવોર્ડ અને ક્રાઇમ બ્રાન્ચે ફરારી કેદીઓને પકડવા ટેકનિકલ સોર્સ હ્યુમન ઇન્ટેલીજન્સનો ઉપોયગ કરી કાર્યરત હતાં. દરમિયાન બાતમી મળતા માંગરોળ પો.સ્ટેના ખુનના ગુનામાં રાજકોટ સેન્ટ્રલ જેલામાં પાકા કામના કેદી તરીકે સજા ભોગવી રહેલ જયશે રામજીભાઇ મોતીવરસ રહે. મોટા ફળીયા માંગરોળ તે ત્રણ માસથી ફર્લો રજા ઉપરથી ફરાર થયેલ હોય. અને પોલીસની પકડથી નાસતો ફરતો હોય. તે હકીકતની ખાતરી કરી આરોપી પર વોચ રાખી હતી. દરમિયાન બાતમીવાળી જગ્યાએથી તેનું નામ ઠામ પુછતા પોતે જયેશ રામજી મોતિવરસ હોવાનું અને રાજકોટ જેલમાંથી ફરાર કેદી હોવાની કબુલાત આપતા પોલીસે ઝડપી લઇ રાજકોટ જેલ હવાલે કરેલ છે. આ કામગીરીમાં ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ શ્રી જે.જે. પટેલ, માંગરોળ પો.સ્ટે.ના પીઆઇ એ.જી.જાદવ તથા પેરોલ ફર્લો સ્કવોર્ડના વાય.પી. હડીયા તથા એ.એસ.આઇ. ઉમેશભાઇ વેગડા, પો.કોન્સ. દિનેશ છૈયા અને સેજલબેન આલાભાઇ પો.કોન્સ. તથા માંગરોળ પો.સ્ટે.ના બળવંતસિંહ પરમાર સહિતના સ્ટાફે ફરજ બજાવી હતી. આરોપીને ઝડપી લેવામાં પેરોલ ફર્લો સ્કવોર્ડ અને ક્રાઇમ બ્રાન્ચે સફળતા મેળવી જેને બિરદાવેલ