સાવરકુંડલા લીલીયાના 150 કોંગી આપ કાર્યકર્તાઓએ કર્યો કેસરીયો

સાવરકુંડલા
અમરેલી લોકસભા ચૂંટણીના ઉમેદવાર જાહેર થતાં જ ધારાસભ્ય મહેશ કસ વાળાએ જિલ્લા કોંગ્રેસના ગઢ ગણાતા સાવરકુંડલા લીલીયામાં ગાબડું પાડીને કોંગ્રેસને સ્તબ્ધ કરી દીધી છે ને તાલુકા પંચાયતના વિપક્ષના નેતા સહિત 2 અને 17 સરપંચો સાથે 150 કોંગ્રેસ સમર્થકોને કેસરીયો કરાવીને કોંગ્રેસને અચંબિત કરી દીધી હતી ને આજે સત્વ અટલધારા કાર્યાલય ખાતે અમરેલી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ભરત સુતરીયા ના અભિવાદન સમારોહ સાથે કોંગ્રેસ આપ તોડીને સાવરકુંડલા લીલિયા મતક્ષેત્રમાં કોંગ્રેસને ધોબી પછડાટ ધારાસભ્ય કસવાળાએ આપી હતી. અમરેલી લોકસભા બેઠકમાં ભાજપ કોંગ્રેસના જાહેર થયા બાદ કોંગ્રેસ આપ ના ગઠબંધનમાં ઉભા ફાડિયા કરીને કાર્યકર્તાઓ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વિકાસને લક્ષમાં રાખીને જોડાઈ રહ્યા હોય ત્યારે સાવરકુંડલા લીલીયા વિધાનસભાનું ક્ષેત્ર કોંગ્રેસનો ગઢ માનવામાં આવતો હતો તે ગઢ ના કાંગરા 2022 માં ધારાસભ્ય મહેશ કસવાળાએ ખેરી નાખ્યા હતા ને વધઘટ ના કોંગી નેતાઓ પણ ધારાસભ્ય કુનેહ, કાર્યદક્ષતા સાથેના સુવર્ણ કુંડલા બનાવવાના ધ્યેય સાથે કામ કરતા કસવાળા પર વિશ્વાસ મૂકીને એકપણ જાતના કમીટમેન્ટ વિના વિકસિત ભારત ના સ્વપ્નને સાકાર કરવાના યજ્ઞમાં આહુતિ આપવાના દ્રઢ સંકલ્પ સાથે આજે સાવરકુંડલા તાલુકા પંચાયતના કોંગ્રેસના ત્રણ સદસ્યો, સાવરકુંડલા તાલુકાના કોંગ્રેસના અધ્યક્ષ મનુભાઈ ડાવરા, ખીમજીભાઇ, નરસીભાઇ સહીત સમર્થકો અને સાવરકુંડલા 17 ગામોના સરપંચો સાથે સમર્થકો અને તાલુકાના કોંગ્રેસના ત્રણ પદાધિકારીઓ તેમજ સામાજિક આગેવાનો સહિત કુલ 150 કાર્યકર્તાઓ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી છોડી અને ભાજપમાં જોડાયા હતા આપ અને કોંગ્રેસના કાર્યકરોનું સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાળા, નાયબ દંડક અને અમરેલીના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયા, બાબરાના ધારાસભ્ય જનકભાઈ તળાવીયા, પુનાભાઈ ગજેરા, જીવનભાઈ પ્રવીણ સાવજ, દીપકભાઈ માલાણી, મુકેશ સંઘાણી ખેસ પહેરાવીને આવકાર્યા હતા ને લોકસભાના ભાજપના ઉમેદવાર ને 5 લાખ ની લીડથી જીતવાના અધ્યાયનો આરંભ સાવરકુંડલા ખાતેથી ધારાસભ્ય મહેશ કસવાળાએ કર્યો