અમરેલી,
લોકસભા ચુંટણી ના અનુસંધાને ગુજરાત ના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તા.4 થી એપ્રિલે અમરેલી જીલ્લા ભાજપ કાર્યકર્તાઓને માર્ગદર્શન આપશે. આગામી લોકસભા ચુંટણીનાઅનુસંધાને ગુજરાત રાજ્યનાં માનનીય મુખ્યમંત્રી આગામી તારીખ 4 ને ગુરુવારનાં રોજ અમરેલીની મુલાકાત લેવાના છે. સવારે 9:00 કલાકે તેમના આગમન બાદ હોટેલ લોડઁસ ઇન ખાતે અમરેલી જીલ્લામાં તમામ અને જવાબદાર કાર્યકર્તા ઓથી એક બૃહદ બેઠક કરવાના છે .આ બેઠક દરમ્યાન લોકસભા કલસ્ટર ઇન્ચાર્જ શ્રી ભુપેન્દ્રસિંહજી ચુડાસમા ,શ્રી દિલીપભાઈ સંઘાણી ,શ્રી નારણભાઈ કાછડીયા,શ્રી ધર્મેન્દ્રસિંહજી જાડેજા,શ્રી ભરતભાઈ બોઘરા,શ્રી કૌશિકભાઈ વેકરીયા,શ્રી રાજેશભાઈ કાબરીયા,શ્રી મહેશભાઈ કસવાલા,શ્રી હીરાભાઈ સોલંકી,શ્રી જે.વી.કાકડિયા,શ્રી જનકભાઈ તળાવીયા તથા પૂર્વ ધારાસભ્યો,પૂર્વ જીલ્લા ભાજપ પ્રમુખો તથા જીલ્લાનાં મહત્વનાં ઉપસ્થિત રહશે. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલનાં અમરેલી પ્રવાસ અંગે જિલ્લા ભાજપ દ્વારા તડામાર તૈયારીઓ થઇ રહી છે.