અમરેલી,
લોકસભા ચૂંટણી-2024 અંતર્ગત સમગ્ર જિલ્લામાં આદર્શ આચારસંહિતા અમલી છે. અમરેલી જિલ્લાની લોકસભા બેઠકની સામાન્ય ચૂંટણીનું મતદાન તા.07 મે, 2024ના રોજ યોજાશે, મતગણતરી તા.04 જૂન, 2024ના રોજ થશે. લોકસભા સામાન્ય ચૂંટણી-2024ને લગતી કામગીરી પર 11,501 અધિકારીશ્રી-કર્મચારીશ્રીઓ ફરજ બજાવશે. ચૂંટણીલક્ષી વિવિધ કામગીરી માટે 7,359 પુરુષ અને 4,142 મહિલા અધિકારીશ્રી-કર્મચારીશ્રીઓની નિમણુક કરવામાં આવી મતદાન મથકો માટે પર 3,290 પુરુષ તેમજ 2,755 સ્ત્રી સહિત 6,045 જેટલા અધિકારીશ્રી-કર્મચારીશ્રીઓ ચૂંટણીલક્ષી ફરજ બજાવશે.