રાજુલાના છાપરીમાં પ્રૌઢનું અને અમરેલીમાં યુવાનનું ગળાફાંસો ખાઇ જતા મોત નિપજયા

અમરેલી,
અમરેલી જિલામાં આર્થિક સંક્રામણના કારણે બે મૃત્યુના બનાવો પોલીસમાં જાહેર થયેલ જેમાં રાજુલાના છાપરીમાં પ્રૌઢનું અને અમરેલીમાં યુવાનનું ગળાફાંસો ખાઇ જતાં મોત નિપજયું હતું.
આ અંગે પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર રાજુલા તાલુકાના છાપરી ગામે રહેતા વાઘાભાઇ હમીરભાઇ ધણગણ ઉ.વ.40ના લગ્ન થયેલ ન હોય. ઘણા વર્ષોથી તેમના માતુશ્રી સાથે રહેતા હોય અને છેલ્લા 10 વર્ષથીે માતા બિમાર હોય જેથી તેમની સેવા ચાકરી કરતા કોઇ કામ ધંધો કરવા જઇ ન શકતા આર્થિક ભીસના કારણે પોતે પાતાની મેળે ઠેલના લાકડા સાથે દોરડુ બાંધી ગળાફાંસો ખાઇ જતાં મોત નિપજયાનું બાલુ હમીરભાઇ ધણગણે ડુંગર પોલીસ મથકમાં જાહેર કરેલ છે. જયારે બીજા બનાવમાં અમરેલી ગજેરાપરામાં રહેતા રત્નકલાકાર જયેશભાઇ ભનુભાઇ થળેસા ઉ.વ.36 હિરા ઘસવાનું કામ કરતો હોય. અને તેનાથી કામ થતું ન હોય જેથી આર્થિક સંક્રામણના કારણે પોતાને મનમાં લાગી આવતા પોતાના ઘરે પંખા સાથે લટકી ગળાફાંસો ખાઇ જતાં મોત નિપજયાનું ઘનશ્યામભાઇ બાબુભાઇએ અમરેલી સીટી પોલસી મથકમાં જાહેર કરેલ