અમરેલીમાં પાલિકા દ્વારા 45 હજાર મીલકતોનો સર્વે

અમરેલી,
નવા મીલકત વેરા લાગુ કરવા માટે પાલિકા દ્વારા ટીમોને મેદાનમાં ઉતારવામાં આવી છે અને શહેરમાં સર્વે શરૂ થઇ ગયો છે એક અંદાજ મુજબ અમરેલીમાં પાલિકા દ્વારા 45 હજાર મીલકતોનો સર્વે થનાર છે જાણવા મળતી માહિતી અનુસાર આ વર્ષે મીલકત વેરામાં 10 ટકાનો વધારો આવવાનો છે અમરેલીની જનતા આ વધારા માટે તૈયાર રહે કારણકે દર બેે વર્ષે વેરામાં 10 ટકાનો વધારો થાય છે અને 2022માં વધારો કરાયેલ હવે આ વર્ષે વધારો કરાશે આગામી ત્રણ મહીનામાં અમરેલી શહેરમાં 33 હજાર રહેણાકો અને 12 હજાર કોમર્સીયલ મીલકતોનો સર્વે પુર્ણ થશે.મીલકતોનો સર્વે થયા બાદ જે મીલકત ધારકોએ બાંધકામ માટે મંજુરી નહી લીધી હોય તેવી મીલકતોના બાંધકામનું માપ લઇ અને તેના ચોરસ ફુટ પ્રમાણે નવા વેરાના બીલ બનશે.અમરેલીમાં હાલમાં એક ચોરસ મીટરનો મીલકત વેરો રેસિડેન્ટમાં 7 રૂપીયા 78 પૈસા છે અને કોમર્શિયલમાં 11 રૂપેયા અને 70 પૈસા છે 2008 થી દર બે વર્ષે 10 ટકા વધારો શરૂ થયો હતો 2008 માં અમરેલીમાં મીલકત વેરો ચોરસ મીટરે 4 રૂપીયા જેવો હતો.