ખાંભામાં ગાજવીજ સાથે મીની વાવાઝોડુ : નુક્શાન

ખાંભામાં ગાજવીજ સાથે મીની વાવાઝોડુ : નુક્શાન

અમરેલી,
અમરેલી જિલ્લામાં સતત માવઠાએ કહેર વરતાવતા સોમવારે અમરેલી, મધરાતનાં કુંડલા અને બુધવારે મીની વાવાઝોડાએ બાબરામાં તારાજી સર્જ્યા બાદ આજે ગુરૂવારે સાંજનાં 5 થી 5:30 દરમિયાન ખાંભા શહેરમાં વાતાવરણમાં પલ્ટો આવતા મીની વાવાઝોડુ કડાકા ભડાકા વરસાદ સાથે શરૂ થયેલ અને માત્ર અડધા કલાકમાં મકાનોનાં નળીયા, શેડ તેમજ પતરા ઉડ્યાં હતાં. શહેરમાં કેટલાય સ્થળોએ વૃક્ષો પણ પડી ગયા હતાં અને વિજળીનાં પોલ પણ પડી જતા વિજ પુરવઠો ખોરવાયો હતો. ખેતીવાડીમાં બાગાયતી પાકમાં કેરી ખરી જતા પાકને મોટુ નુક્શાન થયેલ છે. તેમજ ખેતીપાકમાં જુવાર અને બાજરા ભારે પવનથી આડા પડી જતા ખેડુતોને ઉનાળુ પાકમાં મોટુ નુક્શાન થયું છે. ખાંભાથી ખડાધાર રોડ ઉપર વિજપોલ તેમજ વૃક્ષો પડી જતા રસ્તો બંધ થતા મામલતદાર અને પોલીસ ઘટના સ્થળે દોડી જઇ રોડ ખુલ્લો કરાવવા માટે કાર્યવાહી શરૂ કર્યાનું ખાંભાનાં પુર્વ સરપંચ અંબરીશભાઇ જોષીએ જણાવ્યું હતું. અમરેલી ડીઝાસ્ટર ફ્લડ કન્ટ્રોલનાં જણાવ્યા અનુસાર ખાંભામાં 19 મીમી વરસાદ નોંધાયો