Homeઅમરેલીઅમરેલીમાં લાઠી રોડ ફાટક પાસે ગેરકાયદેસર પશુ હેરાફેરી કરતાં એક શખ્સ ઝડપાઇ...

અમરેલીમાં લાઠી રોડ ફાટક પાસે ગેરકાયદેસર પશુ હેરાફેરી કરતાં એક શખ્સ ઝડપાઇ ગયો

Published on

spot_img

અમરેલી,

અમરેલી જીલ્લામાં પશુઓની ગેરકાયદેસર હેરફેર કરતા, પશુઓ ઉપર ક્રુરતા આચરતા શખ્સોને પકડી પાડી તેઓના વિરુધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને અમરેલી ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઈ નાઓ દ્વારા સુચના તથા માર્ગદર્શન આપવામાં આપેલ હોય.જે અન્વયે અમરેલી સીટી પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ.પરમાર ની રાહબરી હેઠળ અમરેલી સીટી પોલીસ ટીમ દ્વારા અમરેલી સીટી પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલિંગ દરમ્યાન મળેલ ચોક્ક્સ બાતમી હકિકત આધારે વોચમાં રહી અમરેલી શહેરનાં લાઠી રોડ રેલ્વે ફાટક પાસે ટ્રકમાં ભેસ-09 દોરડાથી ક્રુરતા પુર્વક ભરી પશુઓ માટે કોઇ ઘાસચારો કે પાણીની વ્યવસ્થા ન કરી પશુ પ્રત્યે ઘાતકીપણ દાખવી કતલખાને લઇ જવાના ઇરાદાથી મળી આવતા એક અલ્ફેજભાઇ મહેબુબભાઇ કાલવા ઉ.વ.24 ધંધો.ડ્રાઇવીંગ રહે.અમરેલી, ખત્રીવાડ,ઓસ્વાલ-પા, તા.જી. અમરેલીવાળા વિરુધ્ધ પ્રાણી ક્રુરતા નિવારણ અધિનિયમ-1960 મુજબ આગળની કાર્યવાહી કરતી અમરેલી સીટી પોલીસ ટીમ.

Latest articles

24-10-2024

23-10-2024

22-10-2024

20-10-2024

Latest News

24-10-2024

23-10-2024

22-10-2024