અમરેલી જિલ્લામાં સાર્વત્રીક મેઘ મંડાણ : અમૃત વર્ષા

અમરેલી જિલ્લામાં સાર્વત્રીક મેઘ મંડાણ : અમૃત વર્ષા

અમરેલી,
અમરેલી શહેર અને જિલ્લામાં રવિવારે ધીંગીધરાને મેહુલીયાએ તૃપ્ત કર્યા બાદ બીજા દિવસે સોમવારે પણ સવારથી સાંજ સુધી જિલ્લાભરમાં અવિરત પણે હળવા ભારે વરસાદ શરૂ રહ્યો છે અને લખાય છે ત્ત્યારે પણ રાત્રીનાં પણ વધ્ાુ વરસાદ પડવાની શક્યતાઓ છે. અમરેલી તાલુકાનાં શેડુભાર અને ચિતલમાં ધોધમાર વરસાદ પડવાનાં કારણે નાના માચીયાળા, ઠેબી નદીમાં બે કાંઠે પુર આવ્યું હતું અને ભીમનાથ મહાદેવ જવાનો રસ્તો નદીમાં પુર આવવાનાં કારણે બંધ થયાનું પુર્વ તાલુકા પંચાયતનાં પ્રમુખ વનરાજભાઇ કોઠીવાળની યાદીમાં જણાવાયું છે. લાઠીનાં અકાળાથી રાજુભાઇ વ્યાસની યાદીમાં જણાવ્યા અનુસાર ગત રાત્રીથી દિવસ દરમિયાન ધીમીધારે દોઢથી બે ઇંચ જેવો સારો વરસાદ પડી જતા ખેતીપાકોને ફાયદો થશે. સાવરકુંડલા તાલકુાનાં આંબરડીથી સુભાષભાઇ સોલંકીનાં જણાવ્યા મુજબ ધીમીધારે અડધો ઇંચ વરસાદ પડ્યો હતો. બગસરા શહેર અને તાલુકામાં એક થી દોઢ ઇંચ જેવો વરસાદ પડ્યાનું રૂપેશ રૂપારેલીયાએ જણાવેલ. ચલાલાથી પ્રકાશભાઇ કારીયાની યાદીમાં જણાવ્યા અનુસાર દિવસ દરમિયાન ધીમીધારે પોણો ઇંચ જેવો વરસાદ પડ્યો હતો. દામનગરથી વિનોદભાઇ જયપાલનાં જણાવ્યા અનુસાર પોણો ઇંચ જેવો વરસાદ પડ્યો હતો. જ્યારે ધારી શહેર અને પંથકમાં અડધાથી પોણો ઇંચ જેવો ધીમીધારે વરસાદ પડ્યો હતો તેમઉદય ચોલેરાની યાદીમાં જણાવાયું છે. દલખાણીયાથી યોગેશ સોલંકીની યાદીમાં જણાવ્યા અનુસાર ગત રાત્રીથી દિવસ દરમિયાન દલખાણીયા અને ગીર પંથકમાં ધોધમાર વરસાદ પડતા નદી નેરાઓ વહેતા થયા હતાં. બાબાપુરથી હસુભાઇ રાવળની યાદીમાં જણાવાયા મુજબ બાબાપુર, મેડી, તરવડા, સરંભડા, ગાવડકા, નવા ખીજડીયા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં દિવસ દરમિયાન એકાદ ઇંચ જેવો વરસાદ પડ્યો હતો. ડેડાણથી બહાદુરઅલી હિરાણીની યાદીમાં જણાવ્યા મુજબ ગત મોડી રાત્રીથી દિવસ દરમિયાન ડેડાણ, મુંજીયાસર, ત્રાકુડા, માલકનેસ, વાંગધ્રા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં બે ઇંચ વરસાદ પડી જતા ખેતીપાકોને ફાયદો થશે. ચિતલથી હરેશભાઇ ધંધ્ાુકીયાની યાદીમાં જણાવ્યા અનુસાર ગત રાત્રીથી આજે બપોર સુધીમાં ચિતલમાં ત્રણ ઇંચથી વધ્ાુ વરસાદ પડ્યાનું જણાવ્યું હતું. લાઠીથી વિશાલ ડોડીયાની યાદીમાં જણાવ્યા મુજબ લાઠી શહેર અને પંથકમાં આજે દિવસ દરમિયાન ધીમીધારે એક ઇંચ વરસાદ પડ્યો હતો. હાથીગઢથી શ્રીકાંતદાદાનાં જણાવ્યા અનુસાર છેલ્લા ચાર દિવસથી ધીમીધારે વરસાદ પડી રહ્યો છે અને આજે દિવસ દરમિયાન વધ્ાુ એક ઇંચ વરસાદ પડ્યો હતો. વરસાદનાં કારણે ગામનાં તળાવોમાં નવા નીર આવ્યાં હતાં. તેમજ રેલ્વે સ્ટેશનનું નેરૂ પણ વહેતુ થયુ હતું. રાજુલા શહેરમાં આજે ધોધમાર ત્રણ ઇંચ જેવો વરસાદ પડ્યાનું કનુભાઇ વરૂએ જણાવેલ. રાજુલા તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમાં સારો વરસાદ પડતા જગતનાં તાતમાં ખુશી વ્યાપી છે. વડીયામાં આજે દિવસ દરમિયાન ધીમીધારે સાડા ત્રણ ઇંચ જેવો વરસાદ પડ્યો હતો. વડીયા પંથકનાં ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારો વરસાદ પડ્યાનું ભીખુભાઇ વોરાની યાદીમાં જણાવાયું છે. ફતેપુરથી સતીષ રાઠોડની યાદીમાં જણાવ્યા મુજબ ફતેપુર, ચાંપાથળ, વિઠલપુર, પીઠવાજાળ જેવા ગ્રામ્ય વિસ્ત્તારોમાં એક ઇંચ જેવો વરસાદ પડ્યો હતો. કુંકાવાવથી કિર્તીભાઇ જોષીની યાદીમાં જણાવ્યા મુજબ કુકાવાવ શહેરમાં દોઢ ઇંદ જેવો વરસાદ પડ્યો હતોો જ્યારે આસપાસનાં સનાળા, ભાઇવદર, વાવડી રોડ, તાલાળી, મોટા ઉજળા જેવા ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર બે ઇંચ જેવો વરસાદ પડ્યો હતો. મોટા આંકડીયાથી મનોજભાઇ ત્રિવેદીનાં જણાવ્યા અનુસાર એક ઇંચ જેવો વરસાદ પડ્યો હતો. ખાંભાનાં મોટા સમઢીયાળાથી ઘનશ્યામભાઇ વરડાંગરનાં જણાવ્યા અનુસાર મોટા સમઢીયાળા, અનીડા, ઇંગોરાળા, રૂગનાથપુરમાં દિવસ દરમિયાન ધીમીધારે એક ઇંચ વરસાદ પડી જતા ખેતીપાકોને ફાયદો થશે. સમગ્ર જિલ્લામાં અવિરત પણે હળવા ભારે વરસાદ પડી રહ્યો છે. અમરેલી શહેરમાં પણ સવારથી સાંજ સુધીમાં ધીમીધારે દોઢ ઇંચ જેવો વરસાદ પડ્યો હતો.અમરેલી જિલ્લા ફ્લડ કન્ટ્રોલ રૂમમાં નોંધાયેલ આકડામાં કુંકાવાવ, વડીયા 69 મીમી, બાબરા 22 મીમી, લાઠી 25 મીમી, લીલીયા 34 મીમી, અમરેલી 37 મીમી, બગસરા 48 મીમી, ધારી 19 મીમી, સાવરકુંડલા 18 મીમી, ખાંભા 59 મીમી, જાફરાબાદ 39 મીમી, રાજુલા 76 મીમી વરસાદ નોંધાયો