બંસલ વાયર ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડનો રૂ. 7,450 મિલિયનનો આઈપીઓ બુધવાર, 3 જુલાઈ, 2024ના રોજ ખૂલશે

બંસલ વાયર ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડનો રૂ. 7,450 મિલિયનનો આઈપીઓ બુધવાર, 3 જુલાઈ, 2024ના રોજ ખૂલશે

અમદાવાદ,

બંસલ વાયર ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (બંસલ વાયર અથવા કંપની) બુધવાર, 3 જુલાઈ, 2024ના રોજ ઇક્વિટી શેર્સના તેના પબ્લિક ઇશ્યૂના સંદર્ભે તેની બિડ/ઇશ્યૂ ખોલશે.(પ્રત્યેક રૂ. 5ની ફેસ વેલ્યુના) ઇક્વિટી શેર્સની કુલ ઇશ્યૂ સાઇઝમાં રૂ. 7,450 મિલિયન સુધીના (કુલ ઇશ્યૂ સાઇઝ) મૂલ્યના ફેશ ઇશ્યૂનો સમાવેશ થાય છે.એન્કર ઇન્વેસ્ટર બિડિંગ તારીખ મંગળવાર, 2 જુલાઈ, 2024 રહેશે. બિડ/ઇશ્યૂ બુધવાર, 3 જુલાઈ, 2024ના રોજ ખૂલશે અને શુક્રવાર, 5 જુલાઈ, 2024ના રોજ બંધ થશે.ઇશ્યૂની પ્રાઇઝ બેન્ડ પ્રતિ ઇક્વિટી શેર રૂ. 243થી રૂ. 256 નક્કી કરવામાં આવી છે. બિડ્સ લઘુતમ 58 ઇક્વિટી શેર્સ અને ત્યારબાદ 58 ઇક્વિટી શેર્સના ગુણાંકમાં કરી શકાશે.કંપની ઇક્વિટી શેર્સના ફ્રેશ ઇશ્યૂમાંથી મળનારી કુલ આવકનો ઉપયોગ આ પ્રમાણે કરવા ધારે છે: (1) અમારી કંપની દ્વારા લેવાયેલા અંદાજિત રૂ. 4,526.83 મિલિયનના કેટલાક ઉછીના નાણાંની પૂર્વ ચૂકવણી કે પુન:ચૂકવણી માટે (2) રૂ. 937.08 મિલિયન જેટલા તેના બાકીના દેવા પૈકીની તમામ અથવા આંશિક પુન: ચૂકવણી કે પૂર્વચૂકવણી માટે અમારી પેટાકંપનીમાં રોકાણ (3) અમારી કંપનીની કાર્યશીલ મૂડી જરૂરિયાતોને રૂ. 600 મિલિયન જેટલું ફંડ પૂરું પાડવા અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે (ઇશ્યૂનો હેતુ).આ ઇક્વિટી શેર નવી દિલ્હી (“આરએચપી”) ખાતે કંપનીના રજિસ્ટ્રાર, દિલ્હી અને હરિયાણામાં ફાઇલ કરાયેલ તારીખ 27 જૂન, 2024ના રોજ કંપનીના રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ દ્વારા જારી કરવામાં આવી રહ્યા છે અને બીએસઈ લિમિટેડ (“બીએસઈ”) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડ (“એનએસઈ”) પર લિસ્ટિંગ કરવાની યોજના છે.