રાજુલામાં અઢી કરોડની ગ્રાન્ટ લાવતા શ્રી હિરાભાઇ સોલંકી

રાજુલામાં અઢી કરોડની ગ્રાન્ટ લાવતા શ્રી હિરાભાઇ સોલંકી

રાજુલા,
રાજુલા શહેરમાં ગુજરાત સરકાર દ્વારા નગરપાલિકા વિસ્તારની સ્વર્ણીમ યોજનામાંથી અઢી કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે ગત વર્ષે 50 જેટલા રોડ નવા બન્યા બાદ આ વર્ષે પણ આયોજન કરવા ધારાસભ્યએ પાલિકાના સત્તાધીશોને સૂચનાઓ આપી છે.રાજુલા શહેરના વિવિધ વિસ્તારોમાં હજુ પણ નવી સોસાયટીઓમાં માર્ગો નથી ત્યારે આ વિસ્તારમાં માર્ગો બનાવવામાં આવે તેમજ અન્ય કોઈ બાગ બગીચા જેવી સામાન્ય સુવિધાઓ ઉભી આવે તે માટે ધારાસભ્ય હીરાભાઈ સોલંકી નગરપાલિકાના સત્તાધિશો તેમજ અધિકારીઓ સાથે ચર્ચા વિચારણાઓ કરી અને આ રોડના આયોજન ચાલી રહ્યા છે જે આયોજનમાં નગરપાલિકાના પૂર્વ પ્રમુખશ્રી રવુભાઈ ખુમાણ તથા માર્કેટિંગ યાર્ડના પ્રમુખ જીગ્નેશભાઈ પટેલ તથા સીફ ઓફિસર બોરડ તથા પ્રભા દાદાદ્વારા જે સોસાયટીઓમાં રસ્તા નો હોય મુશ્કેલી હોય તેવી પસંદગી કરવામાં આવી છે તેમજ બગીચા થી ભેરાઈ રોડ શહીદ સોગ થી સવિતાનગર યાડના દરવાજા આગળ રસ્તાઓનું આયોજન કરતા આગામી સમયમાં રાજુલા શહેરમાં વધુ 50 જેટલા નવા રોડ બનવા જઈ રહ્યા છે વધુમાં હીરાભાઈ સોલંકી એ જણાવ્યું કે શહેરમાં એક પણ રસ્તો રોડ વગરનો નહીં રહે તે માટે વધુ પણ માંગણી કરી