અમરેલી,
અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ છે ત્યારે નદી તળાવો ચેકડેમોમાં પાણીની આવક થવાના કારણે ભરાયેલા છે રાજુલાના છતડીયા ગામ નજીક આવેલ તળાવમાં 3 ઝૂંપડપટીમાં રહેતા પરિવારજનો 3 જેટલા બાળકો ઘેટા બકરા તળાવ વિસ્તારમાં છરાવતા હતા તે દરમ્યાન 1 કરણ રાજુભાઇ થારકીયા 15 વર્ષના બાળક પગ લપસી જતા તળાવમાં ડૂબ્યો જેના કારણે સ્થાનિક લોકો દોડ્યા પોલીસ તંત્રને જાણ કરતા મામલતદાર તાલુકા વિકાસ અધિકારીની ટીમ નગરપાલિકા ટીમ દોડી આવી જેમાં સ્થાનિક તરવૈયા ટીમ અને 1 પોલીસ કર્મચારી સહિત લોકો તળાવમાં કૂદી પડ્યા અને શોધખોળ હાથ ધરી 2 કલાક સુધી તળાવમાં શોધખોળ કરાય હતી બાળક અંદર ઉંડેથી ખેંચી બહાર કાઢતા મૃત હાલતમાં જોવા મળ્યો હતો બાળકને હોસ્પિટલમાં ખસેડતા ફરજ પરના ડોક્ટરએ મૃત જાહેર કરતા પરિવારમાં શોકમય માહોલ સર્જાયો હતો આ મૃતક બાળકનો પરિવાર છતડીયા ગામની સિમ વિસ્તારમાં ઝૂંપડા નાખી વસવાટ કરતા હતા તે દરમ્યાન આ આખી ઘટના સામે આવી છે. તળાવમાં બાળક ડૂબી જવાની ઘટના સામે આવતા મામલતદાર તાલુકા વિકાસ અધિકારી,રાજુલા પોલીસ કર્મચારીઓ નાયબ મામલતદાર ભાસ્કર,ગામના અગ્રણી વિરભદ્રભાઈ ડાભિયા સહિત લોકો મદદ માટે દોડી ગયા હતા ત્યારે બાળક પાણી વધુ પી જવાના કારણે મોત થયું છે હાલ પીએમ માટે રાજુલા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે જ્યાં પોલીસ દ્વારા પરિવારના નિવેદનો લેવાની પ્રક્રિયા હાથ ધરી