Homeઅમરેલીતાલાલાના 3 અને વેરાવળના 11 ગામોને એલર્ટ કરાયાં

તાલાલાના 3 અને વેરાવળના 11 ગામોને એલર્ટ કરાયાં

Published on

spot_img

ગીર સોમનાથ,

ગીર સોમનાથ જિલ્લાને પીવાનું પાણી પુરું પાડતો હિરણ-2 ડેમ જિલ્લામાં વ્યાપક વરસાદથી બે કાંઠે થયો છે. હિરણ બે ડેમ તેની ફુલ્લી કેપીસીટીએ ભરાવવાની તૈયારીએ છે. અગમચેતીના ભાગરૂપે તાલાળા તાલુકાના ઉમરેઠી ગામ પાસે આવેલ હિરણ-2 જળાશયમાં ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નવા નીર આવકની આવક સતત વધી રહી છે. હિરણ-2 ડેમના અગાઉ 4 દરવાજા 0.60 મીટર ખોલવામાં આવ્યા હતા. ત્યારબાદ આજે ઉપરવાસમાં વધારે વરસાદને લીધે પાણીની આવક વધતાં વધુ 3 દરવાજા 0.15 મીટર ખોલવામાં આવ્યા છે. આમ, ડેમના સાતેય દરવાજા ખોલી નાખવામાં આવ્યા હતા. હિરણ-2 જળાશયના આ દરવાજા ખોલવાના કારણે હેઠવાસમાં આવેલા તાલાળા તાલુકાના ઉમરેઠી, માલજીંજવા, સેમરવાવ તેમજ વેરાવળ તાલુકાના ભેરાળા,મંડોર,ઇશ્વરીયા, ઇન્દ્રોઇ, નાવદ્રા, સોનારીયા, સવની, બાદલપરા, મીઠાપુર, કાજલી અને પ્રભાસ પાટણના નીચાંણવાળા વિસ્તારોમાં પાણીનું જળસ્તર વધવાની શક્યતાને જોતા તંત્ર દ્વારા આ ગામોના લોકોને નદીના પટમાં અવર-જવર ન કરવાં અને ઢોરઢાંખર ન લઇ જવા તંત્ર દ્વારા તાકિદ કરવામાં આવી

Latest articles

12-01-2025

11-01-2025

10-01-2025

09-01-2025

Latest News

12-01-2025

11-01-2025

10-01-2025