પ્રતાપપરા,
અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન ગુ.ર.નં.363/2024 ના કામે આરોપી જગુ ઉર્ફે જગદીશભાઈ માવજીભાઈ ચૌહાણ વિરૂધ્ધ બી.એન.એસ (2023 ની કલમ-137 (1),87,64 (2), (આઈ), (એમ)તથા પોકસો નીકલમ-4,6,8,10,18 મુજબનો ગુન્હો આરોપી વિરૂધ્ધ દાખલ થતા આરોપીને તાલુકા પોલીસે અટક કરી જેલ હવાલે કરવામાં આવેલ હતો.આ બનાવની વિગત એવી છે કે, સગીર વયની દિકરી સાથે ના બનાવ સંબધે આરોપી સામે અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં ઉપરોકત ગુન્હો દાખલ કરવામાં આવેલ અને ભોગ બનનારના નિવેદનો તથા ફરીયાદીની ફરીયાદ આધારે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી થવા જેલ હવાલે કરવામાં આવેલ જે કામે આરોપીના વકીલ તરીકે એડવોકેટ આર.ડી.માઘડ તથા ઉત્પલ માધડ ધ્વારા આરોપીની અમરેલી પોકસો કોર્ટના સ્પે.સેસન્સ જજ સમક્ષ જામીન અરજી દાખલ કરવામાં આવેલ અને જે સંબંધે આરોપીના વકીલ આર.ડી.માધડ તથા સરકારી વકીલની જામીન અરજી સંબધે દલીલો રજુ થયેલ જે કામે આરોપીના વકીલ આર.ડી.માધડ ની દલીલો ગ્રાહય રાખી આરોપીને સદરહુ કામે જામીન મંજુર કરવામાં આવેલ